ધ્રાંગધ્રાના ચૂલી ગામમાં જૂથ અથડામણ, 15થી વધુ ઈજાગ્રસ્ત
ધ્રાંગધ્રા, 23 જાન્યુઆરી: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચૂલી ગામે સામાન્ય બોલાચાલીમાં બે જૂથો સામસામે અથડાયા હતા. જેમાં ભરવાડ અને ઠાકોર સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જૂથ અથડામણમાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી પ્રમાણે 15માંથી 6-7 લોકોની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ ધ્રાંગધ્રા પોલીસ ચૂલી ગામે પહોંચી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી સુરેન્દ્રનગર જિલ્લા એસ ઓ જી સહિતનો પોલીસ કાફલો પણ ચૂલી ગામે પહોંચવા માટે રવાના થયો છે
ભરવાડ અને ઠાકોર સમાજ વચ્ચે મારપીટ
ચૂલી ગામના ભરવાડ અને ઠાકોર સમાજ વચ્ચે સામાન્ય બોલચાલીમાં લોકો ઉશ્કેરાઈ જતાં આ ઘટના બની હતી. બંને જૂથો દ્વારા ધોકા પાઈ કરવામાં આવી હતી. આ જૂથ અથડામણમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે સામાન્ય ઈજા પહોંચી તેઓને 108 દ્વારા સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત વધું ઈજા થયેલને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
ધ્રાંગધ્રાના ડીવાયએસપીના જણાવ્યા પ્રમાણે બંને સમાજ વચ્ચે સામાન્ય બોલચાલીમાં લોકોએ ઉશ્કેરાઈને મારપીટ કરી છે. પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: VIDEO:અમદાવાદમાં નશાની હાલતમાં પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો, ગાડીમાથી દારૂની બોટલો મળી