- અતિવૃષ્ટિ વાળા વિસ્તારમાં જ સૌથી વધુ વાવેતર થયા
- સૌથી વધુ 12.53 લાખ હેક્ટર વાવેતર સૌરાષ્ટ્રમાં થયું
- વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના
ગુજરાતમાં સિંગતેલના ભાવમાં આસમાને જશે. જેમાં અતિભારે વરસાદથી મગફળીના પાકને નુકસાન થયુ છે. તેથી સિંગતેલના ભાવ ચિંતા કરાવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે. તેમજ મગફળીનું મોટું વાવેતર ધરાવતા જુનાગઢ, જામનગર, રાજકોટ સહિતના જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ, જાણો કયા શહેરોમાં છે મેઘની આગાહી
સૌથી વધુ 12.53 લાખ હેક્ટર વાવેતર સૌરાષ્ટ્રમાં થયું
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું નિયત સમય પર શરૂ થઈ ગયું હતું અને તેના કારણે ખરીફ્ વાવેતર પણ સારા થયા છે. જોકે, રાજ્યના અનેક ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડયો છે તેના કારણે ખાસ કરીને મગફ્ળીના પાકમાં ધોવાણ થવાની દહેશત સેવાઇ રહી છે. આ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ બધા વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધુ થાય છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 15.84 લાખ હેક્ટરમાં મગફ્ળીનું વાવેતર થયું છે. જેમાંથી સૌથી વધુ 12.53 લાખ હેક્ટર વાવેતર સૌરાષ્ટ્રમાં થયું છે.
વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશને રાજ્ય સરકારને પત્ર લખી વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન જવાની સંભાવના દર્શાવી છે. અતિવૃષ્ટિ વાળા વિસ્તારમાં જ સૌથી વધુ વાવેતર થયા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડયો છે. આ પ્રદેશોમાં પરંપરાગત રીતે મગફ્ળીનું વાવેતર સૌથી વધુ થાય છે. જુલાઈ મહિના દરમિયાન આ જિલ્લાઓમાં પુર જેવી સ્થિતિ બની છે જેના કારણે મગફ્ળીના પાકમાં ધોવાણ થવાની દહેશત ખેડૂતો સેવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં 12.53 લાખ હેક્ટરમાં મગફ્ળીની વાવણી થઇ છે. તેમાંથી રાજકોટમાં 2.26 લાખ હેક્ટર, દ્વારકા 2 લાખ હેક્ટર, જુનાગઢ 1.92 લાખ હેક્ટર અને અમરેલીમાં 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં સામાન્ય કરતા 151%, દ્વારકામાં 187%, જુનાગઢમાં 193% અને અમરેલીમાં 97% વધુ વરસાદ પડયો છે.