ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

તંત્રની ઘોર બેદકારી, 5-5 દિવસે પણ પાણીનો નિકાલ નથી કરી શક્યું, નેશનલ હાઇવે પર ચક્કા જામ

Text To Speech

અમદાવાદથી બાવળા રોડ પર રાજોડા વિસ્તારમાં વગર વરસાદે રસ્તા પર પાણીની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા 5 દિવસથી તંત્રની ઘોર બેદરકારીના પગલે આસપાસના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હાલી રહ્યું. વિસ્તારના કેટલાક લોકો સાથે વાત કરતાં માલૂમ પડેલ કે કેટલાક અસામાજિક તત્વો અને તંત્રની મિલીભાગતથી આ પ્રકારની પૈસા પડાવવાના બદ ઇરાદે સમગ્ર પરિસ્થિતિનું જાણી જોઈને નિર્માણ કરવામાં આવ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ વિસ્તારમાં એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે કેટલાક તંત્રના કર્મચારી અને અસામાજિક લુખ્ખા તત્વોએ ભેગા મળીને સમગ્ર પરિસ્થિતિનું ઝીણવટતાથી ઇન્ડસ્ટ્રિયલ પાર્કના લોકોને હેરાન કરવા આયોજન કર્યું છે. ahm - Humdekhengenewsએવું પણ જાણવા મળી રહ્યું છે કે આમાં શામેલ કેટલાક એવી ચર્ચા કરી રહ્યા હતા કે, ‘કેટલા દિવસ આ લોકો પાણીની નદીઓમાં ફરશે, આજે નહિ તો કાલે આપણાં જોડે આવી તોડ કરવો જ પડશે’. એકતરફ ગુજરાત સરકાર અને ભારત સરકાર વોંકલ વિથ લોકલની વાત કરી રહી હોય ત્યારે ગુજરાતમાં જ આ પ્રકારે પૈસા પડાવવા માટે ષડયંત્ર રચી ઉદ્યોગપતિઓને હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક સવાલો સરકાર પર પણ ઉઠી રહ્યા છે.

Back to top button