ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારી, એક દિવસ પહેલાનું પેપર આપી દીધું
- ઘોર બેદરકારી સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો
- તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી
- તાત્કાલીક 308 નંબરનું પેપર હાથથી લખીને વિદ્યાર્થીઓને અપાયું
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓને એક દિવસ પહેલાનું પેપર આપી દીધું હતુ. પરીક્ષા વિભાગની વધુ એક ઘોર બેદરકારીથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. તેમજ બેદરકારીનું ભાન થતા હાથથી લખેલું નવું પેપર આપી પરીક્ષા લેવી પડી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ, જાણો અમદાવાદનું કેટલુ વધશે તાપમાન
તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી
ગુજરાત યુનિવર્સિટીમાં ગુરૂવારે બીએસસી સેમ-6ની પરીક્ષામાં એક દિવસ અગાઉનું વિદ્યાર્થીઓને પેપર આપી દેવાયું હતુ. પરીક્ષામાં પેપર આપવામાં છબરડો થયાની જાણ થતાં છેલ્લી ઘડીએ દોડધામ મચી હતી. બાદમાં હાથથી લખેલુ પેપર આપી પરીક્ષા લીધી હતી. છબરડો થતાં એક કલાક મોડી પરીક્ષા પૂર્ણ થઈ હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા નિવેદન અપાયુ છે કે, ગુજરાત યુનિવર્સિટીની ગુરૂવારે લેવાયેલ બીએસસી સેમ-6ની પરીક્ષામાં બોટની વિષયના પેપર કોડ નં.308 પેપર લીક થયેલ નથી માત્ર પેપર કોડ બદલાયો હતો. જેની જાણ થતા જ સત્વરે સાચા કોડનું પેપર દરેક પરીક્ષા કેન્દ્ર પર પહોચાડવામાં આવ્યું હતુ. તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી હતી.
તાત્કાલીક 308 નંબરનું પેપર હાથથી લખીને વિદ્યાર્થીઓને અપાયું
ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિગના પેપરકાંડની સાહી હજુ સુકાઈ નથીને વધુ એક છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે પરીક્ષા ચાલી રહી છે. બીએસસી સેમેસ્ટર-6ની બોટની વિષયની ગુરૂવારના રોજ પરીક્ષા હતી. આ પરીક્ષામાં પેપન નં.308ના બદલે વિદ્યાર્થીઓને 309 નંબરનું પેપર આપી દેવાયું હતુ. વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવતાં જ ચોંકી ઉઠયાં હતા અને તાત્કાલીક ખંડ નિરિક્ષકને રજૂઆત કરી હતી. દરમિયાન બેદરકારીનું ભાન થતાં તાત્કાલીક 308 નંબરનું પેપર હાથથી લખીને વિદ્યાર્થીઓને અપાયું હતું.