ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વરરાજાની જાન બુલડોઝર પર નીકળી! લોકોની ભીડ થઈ એકઠી, વીડિયો વાયરલ

Text To Speech
  • વરરાજાના લગ્નની અનોખી જાને જોનારા દરેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા

HD ન્યૂઝ ડેસ્ક, 10 જુલાઇ: આજ સુધી તમે ઘણા લગ્નની જાન જોઈ હશે અને ઘણા લગ્નની જાનમાં ડાન્સ કર્યો હશે. દરેક લગ્નની જાન પોતાની આગવી ઓળખ ધરાવે છે જે તેને ખાસ બનાવે છે. પરંતુ દરેક વખતે એક વાત સાવ સામાન્ય હોય છે. દરેક લગ્નની જાનમાં વરરાજા ગાડા પર, ઘોડા કે રથ પર બેઠેલા જોવા મળે છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક અનોખા લગ્નની જાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઉત્તર પ્રદેશના ગોરખપુરનો હોવાનું કહેવાય છે. જ્યારે જાન શેરીમાંથી પસાર થાય છે, ત્યારે લોકો તેને જોતા જ રહી જાય છે. આ વરરાજાના લગ્નની જાને જોનારા દરેકને આશ્ચર્યચકિત કરી દીધા કારણ કે આ વખતે લગ્નની જાનમાં વરરાજા મોંઘી કાર કે ઘોડી પર નહીં પરંતુ બુલડોઝર પર બેઠા જોવા મળ્યા હતા.

જુઓ વાયરલ વીડિયો


વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

જ્યારે પણ વરરાજાના લગ્નની જાન નીકળે છે ત્યારે તે ઘોડી પર સવારી કરતા અથવા મોંઘી કારમાં બેઠેલા જોવા મળે છે. કેટલાક વરરાજા ઘોડાથી દોરેલા રથ પર પણ જોવા મળે છે. પરંતુ ક્યારેય લગ્નના વરઘોડામાં વરરાજાને બુલડોઝર પર બેસીને જોયો છે? સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક જાન જઈ રહી છે જેમાં આગળ એક ફૂલોથી શણગારેલું બુલડોઝર દેખાય છે. વરરાજા આ બુલડોઝર પર બેઠેલા જોવા મળે છે અને આનંદથી નાચી રહ્યા છે. આ દરમિયાન તેમની દુલ્હન પણ બેઠેલી જોવા મળે છે. મતલબ કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે લગ્ન બાદ પરત ફરી રહેલી લગ્નની જાનનો છે. ભાગ્યે જ કોઈએ આટલી અનોખી જાન અને તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થતા જોયા હશે.

આ વીડિયો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર વિવિધ એકાઉન્ટ્સ દ્વારા વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે, જે અગાઉ Twitter તરીકે ઓળખાતું હતું. વીડિયો શેર કરતી વખતે દાવો કરવામાં આવી રહ્યો છે કે, લગ્નની જાનનો આ વીડિયો ગોરખપુરનો છે. આ અનોખી જાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્ટરનેટ યુઝર્સનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ જુઓ: ઇન્સ્ટાગ્રામની મોટી જાહેરાત, હવે માત્ર શોર્ટ વીડિયો જ થશે વાયરલ..!

Back to top button