વરરાજા લગ્ન પહેલાં ડેન્ટલ સર્જરી કરાવવા માટે ગયા, પણ પરત આવ્યો તેમનો મૃતદેહ


- 28 વર્ષીય બિઝનેસમેન તેના લગ્ન પહેલા તેની સ્મિત વધારવા માટે ડેન્ટલ પ્રોસિજર માટે ગયો હતો
હૈદરાબાદ, 20 ફેબ્રુઆરી: હૈદરાબાદના FMC ઇન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિકમાં દાંતની પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિના મૃત્યુનો કિસ્સો બહાર આવ્યો છે. 28 વર્ષીય બિઝનેસમેન લક્ષ્મી નારાયણ વિંજામે તેના લગ્ન પહેલા તેની સ્મિત વધારવા માટે ડેન્ટલ પ્રોસિજર બુક કરાવી હતી. આ 28 વર્ષીય બિઝનેસમેન, જે તેના લગ્નની તૈયારી કરી રહ્યો હતો, ડેન્ટલ ક્લિનિકમાં એનેસ્થેસિયાના ઓવરડોઝથી મૃત્યુ પામ્યો હતો. આ ઘટના 16 ફેબ્રુઆરીએ બની હતી, જ્યારે તે તેના લગ્ન પહેલા તેની સ્મિત વધારવા માટે દાંતની પ્રક્રિયા માટે ક્લિનિક ગયો હતો.
બેફાન થઈ જતાં હોસ્પિટલ લઈ ગયા, જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યો
પરિવારના જણાવ્યા મુજબ, 16 ફેબ્રુઆરીના રોજ લક્ષ્મી નારાયણ પોતાની ‘સ્માઇલ ડિઝાઇનિંગ’ પ્રક્રિયા માટે જ્યુબિલી હિલ્સના રોડ નંબર 37 સ્થિત FMS ઇન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિકમાં એકલા ગયા હતા. જ્યારે તેના પિતા વિંજામ રામુલુએ સાંજે તેને ફોન કર્યો ત્યારે ક્લિનિક સ્ટાફે જવાબ આપ્યો કે તેમનો પુત્ર પ્રક્રિયા દરમિયાન બેભાન થઈ ગયો હતો. તેણે દાવો કર્યો કે, લક્ષ્મી નારાયણને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
જ્યુબિલી હિલ્સ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
જ્યુબિલી હિલ્સ પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પરિવારે આરોપ લગાવ્યો હતો કે, 16 ફેબ્રુઆરીના રોજ ડેન્ટલની પ્રક્રિયા દરમિયાન એનેસ્થેસિયા આપવામાં આવ્યા બાદ લક્ષ્મી નારાયણ વિંજામ બેભાન થઈ ગયા હતા અને ઓવરડોઝને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જ્યુબિલી હિલ્સ પોલીસે મૃતક લક્ષ્મી નારાયણ વિંજામના પરિવારની ફરિયાદ પર FMS ઇન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિક સામે IPC કલમ 304 A (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ જુઓ: સંદેશખલી કેસઃ ટૂંક સમયમાં FIR દાખલ થઈ શકે છે, વૃંદા કરાતે કહ્યું- TMC ગુંડાગીરી કરી રહી છે