VIDEO: ઘોડી પર બેઠેલા વરરાજાને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું, લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ


Groom Death by Heart Attack: મધ્ય પ્રદેશના શ્યોપુરમાં ઘોડી પર બેઠેલા વરરાજાના મૃત્યુથી લગ્નની ખુશીઓ અચાનક માતમમાં બદલાઈ ગઈ. વરરાજાના આવી રીતે અચાનક મૃત્યુનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘોડી પર બેઠેલો છે અને જાનમાં લોકો નાચી કુદી રહ્યા છે. આ દરમ્યાન તે ઘોડી પરથી અચાનક ઢળી જાય છે અને મૃત્યુ પામે છે.
હાર્ટ એટેકના કારણે વરરાજાનું મૃત્યુ થયું છે. મૃતક વરરાજાની ઓળખાણ એનએસયૂઆઈના પૂર્વ જિલ્લા અધ્યક્ષ પ્રદીપ જાટ તરીકે થઈ છે. પરિવારે જણાવ્યું કે, જ્યારે જાન જઈ રહી હતી, ત્યારે તે ઘોડી પર બેઠો હતો. આ દરમ્યાન અચાનક ઘોડી પર બેઠા બેઠા ઢળી ગયો. ઘોડીને ચલાવી રહેલા શખ્સે તેને સંભાળ્યો, પણ તે ભાનમાં નહોતો.
मध्यप्रदेश के श्योपुर में घोड़े पर बैठे-बैठे दूल्हे को आया हार्ट अटैक, मौके पर ही हुई मौत. #CardiacArrest #HeartAttack pic.twitter.com/zot2nb5blS
— Deepak Singh (@SinghDeepakUP) February 15, 2025
લોકોએ સંભાળવાની કોશિશ કરી
આ દરમ્યાન ત્યાં હાજર લોકોએ વરરાજાને જોયો. તેને સંભાળવાની કોશિશ કરી, પણ વરરાજો ભાનમાં નહોતો. આ દરમ્યાન તે પડી ગયો. આ ઘટનાથી બેઘડી તો કોઈ કંઈ સમજી શક્યું નહીં. તાત્કાલિક પરિવારના લોકો તેને હોસ્પિટલે લઈ ગયાં. જ્યાં ડોક્ટરે પ્રદીપને મૃત જાહેર કર્યો.
આ પણ વાંચો: ફરી એક વાર રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતા ઉજાગર થઈ: રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર