ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વરરાજા બન્યા સુપરમેન! નોટોની માળા લૂંટાઈ તો ચાલતા વાહન પર લટકીને પકડ્યો ચોર, જૂઓ વીડિયો

  • વરરાજા અને તેના સાથીઓએ રોડની વચ્ચે વાહનના ચાલકને માર માર્યો 

મેરઠ, 25 નવેમ્બર: ઉત્તર પ્રદેશના મેરઠનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજાના ડ્રેસ પહેરેલો વ્યક્તિ લોડર વાહન પર લટકતો જોવા મળી રહ્યો છે. થોડે દૂર ગયા બાદ વરરાજા અને તેના સાથીઓએ રોડની વચ્ચે લોડર વાહનના ચાલકને માર માર્યો હતો. આરોપ છે કે, વરરાજાના ગળામાં પહેરેલી નોટોની માળામાંથી એક નોટ કાઢીને ડ્રાઈવર ભાગી રહ્યો હતો. વરરાજા તેની હરકતોથી એટલો ગુસ્સે થયો કે, તેણે પોતે જ તેનો પીછો કર્યો અને અંતે ‘સુપરમેન’ બનીને તેને પકડી લીધો. જોકે, ડ્રાઈવરે આ વાતનો ઈન્કાર કર્યો છે. તેણે કહ્યું છે કે, કથિત રીતે વરરાજાને ગાડી ટચ થઈ ગઈ હતી, જેના કારણે તેને માર મારવામાં આવ્યો હતો.

જૂઓ વીડિયો

 

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, વરરાજા ઘોડેસવારી કરીને મંદિર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક વ્યક્તિ દોડતો આવ્યો અને વરરાજાના માળામાંથી એક નોટ કાઢી. કોઈ કંઈ સમજે તે પહેલા જ તે સ્થળ પરથી ભાગવા લાગ્યો. આ જોઈને વરરાજા એટલો ગુસ્સે થયો કે તેણે બધી વિધિઓ છોડી અને તે વ્યક્તિની પાછળ દોડવા લાગ્યો. ભાગતી વખતે, નોટો ખેંચનાર વ્યક્તિ લોડર વાહનમાં બેસી ગયો અને વાહનને ભગાડવા લાગ્યો. આવી સ્થિતિમાં તેને પકડવા માટે વરરાજા લોડરની બારી પર લટકી ગયો અને ડ્રાઈવરને કાર રોકવાનું કહેવા લાગ્યો. પરંતુ તેણે કાર રોકી નહીં. આ દરમિયાન વરરાજા લોડર પર લટકીને ખૂબ દૂર સુધી નીકળી ગયા. પાછળથી તેમના સાથીઓ પણ આવી રહ્યા હતા.

જ્યારે લોડર વાહન બંધ થયું, ત્યારે વરરાજા અને તેના સાથીઓએ રસ્તાની વચ્ચે માળામાંથી નોટોની ચોરી કરનાર ડ્રાઈવરને માર મારવાનું શરૂ કર્યું. બાદમાં વરરાજાના પરિવારજનો પણ આવ્યા અને ડ્રાઈવરને ખૂબ માર માર્યો. આ આખી ઘટના નજીકમાં ઉભેલી વ્યક્તિએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મેરઠના ડુમરાવલીનો આ બનાવ

હકીકતમાં, આખો મામલો મેરઠના ડુમરાવલીનો છે, જ્યાં શનિવારે મેરઠના રહેવાસી યુવકના લગ્ન હતા. ઘોડેસવારી બાદ તે પરિવાર સાથે મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ તેની નોટોની માળામાંથી એક નોટ કાઢી અને ભાગવા લાગ્યો. થોડે દૂર ગયા બાદ તે વ્યક્તિ લોડરમાં બેસી ગયો. જેના પર વરરાજા ચાલતી કારની બારી પર લટકી ગયા અને કાર રોકવાનું કહેવા લાગ્યા. લાંબા સમય પછી જ્યારે કાર રોકાઈ તો વરરાજાએ ડ્રાઈવરને માર મારવાનું શરૂ કર્યું. પાછળ આવતા તેના પરિવારના સભ્યોએ પણ ડ્રાઇવરને માર માર્યો અને પછી તેને છોડી દીધો. આ મામલે ચર્ચા ચાલી રહી છે.

તે જ સમયે, જ્યારે વાહન પર બતાવેલ ટ્રાન્સપોર્ટ કંપનીના ઓપરેટર મનીષ સહગલે જણાવ્યું કે, આ ઘટના શનિવારે બની હતી, જ્યારે તેનો ડ્રાઈવર જગપાલ વાહન લઈને આવી રહ્યો હતો. આ દરમિયાન લગ્નનો વરઘોડો નીકળી રહ્યો હતો અને વરરાજા રસ્તા પર ઊભા હતા. ત્યારે ગાડીએ વરરાજાને ટચ કરી હતી. જ્યારે, ડ્રાઇવરને ખબર ન હતી. વરરાજાની બાજુના લોકોએ ડ્રાઇવરનો પીછો કર્યો, તેને પકડી લીધો અને તેને ખૂબ માર્યો.

આ પણ જૂઓ: JCB પરથી કાગળની જેમ લાખો રૂપિયાનો વરસાદ! UPમાં થયેલા ભવ્ય લગ્નનો વીડિયો વાયરલ, જૂઓ

Back to top button