ટોપ ન્યૂઝવર્લ્ડ

દોસ્તીને સલામ ! PM મોદી શિન્ઝો આબને અંતિમ વિદાય આપવા જશે જાપાન

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. આબેના અંતિમ સંસ્કાર 27 સપ્ટેમ્બરે સરકારી સન્માન સાથે કરવામાં આવશે. તેમની સાથે પીએમ મોદીના ગાઢ સંબંધ હતા. બંને વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા છે. આ મુલાકાત દરમિયાન મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળશે. આબેના અંતિમ સંસ્કાર ટોક્યોમાં થવાના છે. વિશ્વયુદ્ધ 2 પછી ભૂતપૂર્વ વડા પ્રધાનની આ બીજી સરકારી અંતિમવિધિ છે. અગાઉ 1967 માં, શિગેરુ યોશિદા માટે રાજ્યના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગયા મહિને 8 જુલાઇએ જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. પરિવારની હાજરીમાં મંદિરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે તેમને રાજ્યકક્ષાએ વિદાય આપવામાં આવશે.

આબેના નિધન પર પીએમ મોદીએ તેમના મિત્રને વિશેષ શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વિટ કર્યું કે શિન્ઝો આબેના નિધનથી જાપાન અને વિશ્વએ એક મહાન સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિત્વ ગુમાવ્યું છે. મેં પણ મારો એક ખૂબ જ નજીકનો મિત્ર ગુમાવ્યો છે. મારા મિત્ર શિન્ઝો આબે જીને મારી હ્રદયપૂર્વકની શ્રદ્ધાંજલિ… PM એ લખ્યું કે શિન્ઝો આબે માત્ર જાપાનની મહાન વ્યક્તિ જ નહીં, પરંતુ વિશાળ વ્યક્તિત્વ ધરાવતા વૈશ્વિક રાજકારણી હતા. તેઓ ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક હતા. તે ખૂબ જ દુઃખની વાત છે કે તે હવે આપણી વચ્ચે નથી. તેમની અકાળ વિદાયથી જ્યાં જાપાનની સાથે સમગ્ર વિશ્વએ એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતા ગુમાવ્યા છે, ત્યાં મેં મારા એક પ્રિય મિત્રને ગુમાવ્યો છે.

abe-modi-selfie
File Photo

 

આ પણ વાંચો : અધ્યક્ષ પદ પર કોંગ્રેસ અંધારામાં, અશોક ગેહલોતે કહ્યું- કઈ નથી જાણતું કે શું નિર્ણય આવશે

તે કહે છે કે શિન્ઝો આબે અને મારા વચ્ચે માત્ર ઔપચારિક સંબંધ નથી. 2007 અને 2012 ની વચ્ચે અને ફરી 2020 પછી, જ્યારે તેઓ વડા પ્રધાન ન હતા, ત્યારે અમારું અંગત જોડાણ હંમેશની જેમ મજબૂત હતું. આબેને મળવું હંમેશા ખૂબ જ માહિતીપ્રદ હતું, મારા માટે ખૂબ જ પ્રોત્સાહક હતું. તેમની પાસે હંમેશા નવા વિચારોનો ભંડાર હતો. તેનો વ્યાપ ખૂબ વિશાળ હતો. શાસન અને અર્થતંત્રથી લઈને સંસ્કૃતિ અને વિદેશ નીતિ સુધી. આ તમામ મુદ્દાઓની તેમને ઊંડી સમજ હતી.

Back to top button