શેરબજારમાં આજે હરિયાળી: સેન્સેક્સ 74000ને પાર, નિફ્ટીમાં પણ તેજી


નવી દિલ્હી, ૧૭ માર્ચ: ૨૦૨૫: આજે સોમવાર 17 માર્ચના રોજ નિફ્ટી તરફથી પણ સકારાત્મક સંકેતો મળ્યા છે. આજે BSE સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ વધીને 74157 પર ટ્રેડ કરી રહ્યો છે. GIFT નિફ્ટી લગભગ 135 પોઈન્ટ વધીને 22580 પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેતો છે. હાલમાં અમેરિકન બજારના તમામ સૂચકાંકો ગ્રીન ઝોનમાં છે. આ સાથે એશિયન બજારમાં પણ હરિયાળી જોવા મળી રહી છે. ભારે ઘટાડાનો સામનો કર્યા પછી, ઇન્ડસઇન્ડ બેંકે વાપસી કરી છે અને ઇન્ડસઇન્ડ બેંકનો શેર 3 ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
હોળી પછી, શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. અને સેન્સેક્સ-નિફ્ટીમાં ચાલી રહેલ ઘટાડો સોમવારે, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે અટકી ગયો. શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો, જ્યારે બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 175 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
બીએસઈ સેન્સેક્સમાં એલ્ગી, જેએસડબ્લ્યુ, ઇન્ડસઇન્ડ બેંક, ટીડી પાવર અને મુથૂટ ફાઇનાન્સ ટોચના તેજીવાળા શેર રહ્યા. જ્યારે MTNL, Gensol, LTM, FSL અને cholahidng ટોચના નુકસાનકર્તાઓની યાદીમાં સામેલ હતા. આ સાથે, ઇન્ડસઇન્ડ બેંક 2 ટકાના ઉછાળા સાથે NSE નિફ્ટીમાં સૌથી વધુ લાભ મેળવનાર રહ્યો. આ સાથે, SBI લાઇફ, બજાજ ફાઇનાન્સ, કાઓલ ઇન્ડિયા અને ટાટા મોટર્સ પણ ટોચના લાભકર્તાઓની યાદીમાં સામેલ છે. આ ઉપરાંત, HCL ટેક, BPCL, વિપ્રો આજના સૌથી વધુ નુકસાન કરનારા શેર છે.
આ પણ વાંચો…ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષના લાંબા અંતરાલ બાદ FTA વાટાઘાટનો પ્રારંભ