ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

એક જ દિવસે, એક સાથે 9 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી

  • ભારતીય રેલવે વિભાગ દ્વારા મુસાફરોને મોટી ભેટ, PM મોદી રવિવારે એક સાથે 9 વંદે ભારત ટ્રેનને દેખાડશે લીલીઝંડી
  • તિરૂવનંતપુરમ-કાસરગોડ વચ્ચે ચાલશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

વંદે ભારત ટ્રેન: ભારતીય રેલવે વિભાગ દ્વારા મુસાફરોને એક મોટી ભેટ આપવામાં આવી રહી છે. જેમાં રેલવે વિભાગ દ્વારા મુસાફરો માટે રવિવારે (24 સપ્ટેમ્બરે) કેરળમાં તિરૂવનંતપુરમથી કાસરગોડ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મૂકવામાં આવી રહી છે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે નવી દિલ્હીથી લીલી ઝંડી બતાવવામાં આવશે. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તે દિવસે એક સાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. જેમાંની એક આ તિરૂવનંતપુરમ-કાસરગોડ વચ્ચે ચાલનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. આ ટ્રેન દ્વારા દેશને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલી ટ્રેનનું અપગ્રેડેડ વર્ઝન મળશે. ભારતની પ્રથમ સ્વદેશી નિર્મિત સેમી-હાઇ સ્પીડ ટ્રેનનો દેખાવ અને ડિઝાઇનનો સમાવેશ થયો છે. બેંગલુરુથી કાસરગોડ જતી આ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લગભગ 50 રેલવે અધિકારીઓ સાથે યશવંતપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં દોડનારી ત્રીજી વંદે ભારત બની છે જ્યારે અન્ય બે બેંગલુરુ-ધારવાડ અને મૈસુરથી ચેન્નાઈ ટ્રેન રહેલી છે.

જે નવ રૂટ પર ટ્રેન શરૂ થશે તેમાં – રાંચી – હાવડા, તિરુનેલવેલી – ચેન્નઈ, પટણા – હાવરા, રાઉરકેલા – પુરી, ઉદેપુર – જયપુર, કાસરગોડ – તિરુવનંતપુરમ, જામનગર – અમદાવાદ, વિજયવાડા – ચેન્નઈ, હૈદરાબાદ – બેંગલુરુનો સમાવેશ થાય છે.

 

વંદે ભારત ટ્રેનને લીલીઝંડી-HDNEWS

જાણો વંદે ભારત એક્સપ્રેસની શું છે વિશેષતાઓ ?

આ આધુનિક સુવિધાઓથી સજજ કરવામાં આવેલી અપગ્રેડેડ ટ્રેનની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અત્યંત સફળ શરૂઆતને પગલે તેના વાદળી અને સફેદ રંગનું નવનિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને પગલે રેલવેએ આ નવા યુગની ટ્રેનનો રંગ બદલ્યો છે. જેમાં નારંગી અને રાખોડી રંગનું મિશ્રણ કરવામાં આવ્યું છે. આ નવી નારંગી અને રાખોડી રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સીટો માટે વધુ સારા તકિયા, ખાસ પ્રકારની ચેરમાં પગનો વિસ્તરીત આરામ, વધેલી ઊંડાઈ સાથે વૉશ બેસિન, સીટના ઘટતા ખૂણામાં વધારો અને શૌચાલયોમાં સારી લાઇટિંગ સહિતની આધુનિક સુવિધાઓથી સજજ કરવામાં આવશે તેમજ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સેફટીને ધ્યાનમાં રાખીને ઉપકરણોને પણ સજજ કરવામાં આવ્યા છે..

એક જ રૂટ પર કેરળમાં બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે 

બન્ને વંદે ભારત ટ્રેન કે જેમાંની એક જે પહેલેથી રૂટ પર ચાલી રહી છે અને બીજી જે તિરૂવનંતપુરમ-કાસરગોડ વચ્ચે ચાલશે. આ બન્ને ટ્રેન એક જ રૂટ પર ચલાવવા પાછળનું કારણ એ રહેલું છે કે વધારે પડતાં મુસાફરો દ્વારા આ રૂટ પર અવર-જવર કરવામાં આવી રહી છે. જેને પગલે રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સરળતાને ધ્યાનમાં રાખીને તિરૂવનંતપુરમ-કાસરગોડ વચ્ચે આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મૂકવામાં આવી રહી છે. આ ટ્રેનનાં શુભારંભથી મુસાફરોને થતી હાલાકી દૂર થશે.

ગુજરાતને પણ મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. જેમાં વધુ એક વંદે ભારત ટ્રેનનો સમાવેશ થશે. રવિવારે (24 સપ્ટેમ્બરે) પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવી રહેલી 9 ટ્રેનમાંથી એક ટ્રેન ગુજરાતની પણ રહેલી છે. આ વંદે ભારત ટ્રેન અમદાવાદથી જામનગર વચ્ચે દોડશે. જેથી ગુજરાતના લોકોને અવર-જવર કરવા માટે આરામદાયક ટ્રેનની સુવિધા મળી રહેશે. આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઇને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને સુધી પહોંચશે.

આ પણ વાંચો: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન ચેનલોને શું આપી સલાહ?

Back to top button