ટ્રેન્ડિંગનેશનલ

વિચિત્ર કિસ્સો: બ્રેકઅપ બાદ પ્રેમિકાએ બોયફ્રેન્ડની પ્રોપર્ટીમાં અડધો ભાગ માગી લીધો, બાદમાં જીવ ખોવાનો વારો આવ્યો

Text To Speech

ગ્રેટર નોઈડા, 9 ફેબ્રુઆરી 2025: ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક વિસ્તારમાં 15 દિવસ પહેલા એક ગાડીની ટક્કરથી થયેલા યુવતીના મૃત્યુના કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે દાવો કર્યો છે કે યુવતીને તેના પ્રેમી અને તેની પત્નીએ ગાડીથી કચડીને હત્યા કરી નાખી હતી. દંપતીએ પ્લાન બનાવીને પ્રેમિકાને ફોન કરીને બોલાવી અને આ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે દંપત્તિની ધરપકડ કરી ઉપયોગમાં લેવાયેલી ગાડી જપ્ત કરી લીધી છે.

ગ્રેટર નોઈડાના ડીસીપી સાદ મિયાં ખાને જણાવ્યું કે, નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અંસલ પ્લાઝા નજીક સર્વિસ રોડ પર 16 જાન્યુઆરીના રોજ એક ગાડીની ટક્કરથી યુવતીનું મૃત્યુ થઈ ગયું હતું. મૃતકની ઓળખાણ 26 વર્ષિય કાજલ ચૌહાણ તરીકે થઈ હતી. જે નોઈડા સેક્ટર 22ની રહેવાસી હતી.

ડીસીપીના જણાવ્યા અનુસાર, મૂળ સુલ્તાનપુરના રહેવાસી શિવ પાંડેની મુલાકાત લગભગ એક વર્ષ પહેલા નોઈડાની એક કંપનીમાં કામ કરતી મૃતક કાજલ સાથે થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે લફરું થયું. બંને એકબીજાની નજીક આવી ગયા. શિવ પાંડે છ મહિના સુધી પ્રેમિકાને લઈને શાહબેરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. આ બંને પતિ પત્ની તરીકે અહીં રહેતા હતા. મૃતક કાજલને નહોતી ખબર કે શિવ પાંડે પહેલાથી પરણેલો છે. પણ થોડા દિવસમાં કાજલને આ વાતની ખબર પડી ગઈ, તો તેણે વિરોધ કરવાનું શરુ કર્યુ અને બાદમાં લગ્નનું પ્રેશર બનાવા લાગી. શિવ પાંડેએ લગ્ન કરવાની ના પાડી તો પ્રોપર્ટીમાં અડધો ભાગ માગવા લાગી. તે ઈચ્છતી હતી કે શિવ પાંડે પ્રોપર્ટી અને ગાડી વેચીને અડધી રકમ તેને આપે.

બાદમાં શિવ પાંડે અને તેની પત્નીએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો. દંપતિએ મળીને કાજલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. પ્લાન અનુસાર, આરો્પી શિવ પાંડે 16 જાન્યુઆરીના રોજ પ્રેમિકા કાજલને ફોન કરીને મળવા બોલાવે છે. મૃતક કાજલ અંસલ મોલ નજીક આવેલા સર્વિસ રોડ પર પ્રેમીના આવવાની રાહ જોતી હોય છે. આ દરમ્યાન પ્રેમી ગાડી લઈને આવે છે અને ફુલ સ્પિડમાં કાજલને કચડીને નીકળી જાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: પતિની શરમજનક કરતૂત, છૂટાછેડા માગ્યા તો પત્નીના એવા ફોટો વાયરલ કરી દીધા કે ક્યાંય મોં બતાવવા જેવી ન રહી

Back to top button