ગરમીમાં માટલાનું પાણી પીવાના ગજબ ફાયદાઃ આટલુ ધ્યાન રાખો
- માટલામાં રાખેલુ પાણી પીવુ આરોગ્ય માટે ફાયદાકારક છે
- નવા માટલાનો ઉપયોગ કરતા પહેલા તેને નળના પાણીથી ધોઇ લો
- કોઇ પણ સામાન્ય માટલાનો ઉપયોગ એકાદ વર્ષ કરી શકાય છે
ગરમીની સીઝનમાં માટલાનું પાણી પીવાનું બધાને ગમે છે. માટલુ કે માટીના કોઇ વાસણમાં પાણી પીવુ વર્ષો જુની પરંપરા છે. તેનાથી સરળતાથી તરસ છીપાવી શકાય છે. માટલામાં રાખેલુ પાણી પીવુ આરોગ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. જોકે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ પડશે.
નવા માટલાનો ઉપયોગ કેવી રીતે કરશો
નવા માટલાનો ઉપયોગ કરતા પહેલા તેને નળના પાણીથી ધોઇ લો. ત્યારબાદ માટલાને 24 કલાક માટે પાણીથી ભરી દો અને પછીના દિવસે તેમાંથી પાણી હટાવી દો. આ પાણીને તમે ગાર્ડનમાં નાંખી શકો છો. આ પ્રક્રિયા બીજા દિવસે પણ કરી શકો છો. ત્રીજા દિવસે તાજુ પાણી પીવાનું શરૂ કરો. માટલાને ક્યારેય કપડાથી ન લપેટો, તેનાથી પાણી ઠંડુ થવાની પ્રક્રિયા ધીમી થઇ શકે છે.
એક માટલાને કેટલા દિવસ યુઝ કરશો
કોઇ પણ સામાન્ય માટલાનો ઉપયોગ એકાદ વર્ષ કરી શકાય છે. જો તમે તેમાં તિરાડ જુઓ છો અથવા તો તેમાં ભરેલુ પાણી ઠંડુ થઇ રહ્યુ નથી તો તેને બદલવાની જરૂર છે.
માટલાનું પાણી પીવાના આ છે ફાયદા
- માટલાના પાણીમાં પર્યાપ્ત પોષક તત્વો અને મિનરલ્સ હોય છે, જે સનસ્ટ્રોકને રોકે છે અને શરીરમાં ગ્લુકોઝ જાળવી રાખે છે.
- માટલાનું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પાચન તેમજ મેટાબોલિઝમ સુધરી જાય છે.
- માટલામાં ક્ષારીય ગુણ હોય છે, જે સારા પીએચ લેવલને જાળવી રાખવાની કોશિશ કરે છે.
આ બાબતનું ધ્યાન રાખો
ગરમીની સીઝનમાં જો તમે માટલામાં પાણી ભરો છો તો તમારે રોજ પાણી સાફ કરવુ જોઇએ. નહીંતો તેમાં લાગેલી ફંગસ તમારા આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચોઃ સાઉથના સુપરસ્ટાર વિજયની ઇન્સ્ટાગ્રામ પર જબરજસ્ત એન્ટ્રીઃ 16 કલાકમાં થયા આટલા ફોલોઅર્સ