ગુજરાત
મહેસાણામાં GRDના જવાન પર ટ્રક ફરી વળતા મોત


મહેસાણામા આવેલ સુવિધા સર્કલ નજીક ગત મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન એક બેફામ ટ્રક ચાલકે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થયો હતો.
મહેસાણામાં તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાન સોલંકી બાબુભાઇ અને ચૌધરી પરેશભાઈ ગતરાત્રે સુવિધા સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા.
એ દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાલાવાસણા તરફથી RJ 14 GJ 6961 નંબરનો ટર્બો ટ્રકના ડ્રાઈવરે પોતાની ટ્રક બેફામ રીતે હંકારી ફરજ પર રહેલા GRD જવાન સોલંકી બાબુભાઇને અડફેટે લઇ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં મૃતકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.