મધ્યપ્રદેશમાં રેલવે પોલીસ દ્વારા દાદી-પૌત્રને બેરહમીથી માર મારવામાં આવ્યો, જૂઓ વીડિયો


- સરકારી રેલવે પોલીસના અધિકારીઓ દાદી અને તેમના પૌત્રની શંકાસ્પદ ચોરી અંગે કરી રહ્યા હતા પૂછપરછ
ભોપાલ, 29 ઓગસ્ટ: મધ્યપ્રદેશના કટનીમાં રેલવે સ્ટેશન પર રેલવે પોલીસનું એક ગ્રુપ એક કિશોર અને તેમની દાદીને સીસીટીવીમાં બેરહમીથી માર મારતું જોવા મળ્યું છે. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો છે. સરકારી રેલવે પોલીસ (GRP)ના અધિકારીઓ દાદી અને તેમના 15 વર્ષના પૌત્રની શંકાસ્પદ ચોરી અંગે પૂછપરછ કરી રહ્યા હતા. જે દરમિયાન પોલીસ અધિકારીઓએ પહેલા દાદીને માર માર્યો અને પછી તેમના પૌત્ર તરફ વળ્યા. સીસીટીવી વીડિયોમાં પહેલા એક મહિલા પોલીસ અધિકારી દાદી-પૌત્રને બેરહમીથી માર મારતા જોવા મળે છે.
જૂઓ આ CCTV વીડિયો
View this post on Instagram
સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ
વીડિયોમાં કિશોર જમીન પર પડેલો દેખાય રહ્યો છે જ્યારે GRPના અધિકારીઓ તેને બેલ્ટ વડે મારી રહ્યા છે. અન્ય એક માણસ જે યુનિફોર્મમાં નથી તે કિશોરના વાળ ખેંચતો અને માથું એક બાજુથી બીજી બાજુ હલાવતો જોવા મળે છે.
આ કિશોરે પત્રકારોને કહ્યું કે, “પોલીસે મને પૂછ્યું કે મારા પિતા ક્યાં છે. મને ખબર ન હતી કે તેઓ ક્યાં છે. પોલીસ મને ટ્રાફિક ઇન્સ્પેક્ટરની ઑફિસમાં લઈ ગઈ. પછી તેઓએ મને માર માર્યો. તેઓએ મારી દાદીને પણ માર માર્યો. તેઓએ કહ્યું કે મારા પિતાએ ખૂબ ચોરી કરવાનું શરૂ કર્યું છે, મારા પિતા માત્ર એક મજૂર છે.” જ્યારે કટનીના SP અભિજીત કુમાર રંજને કહ્યું કે, તેઓએ વીડિયોની ખરાઈ કરવા માટે ASP સંતોષ દેહરિયાના નેતૃત્વમાં તપાસ શરૂ કરી છે.
વિપક્ષ કોંગ્રેસે આ ઘટનાને લઈને રાજ્યમાં સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું છે, પૂર્વ મુખ્યમંત્રી કમલે કહ્યું કે, “આ ઘટના દર્શાવે છે કે મધ્યપ્રદેશ દલિતો માટે અસુરક્ષિત છે.” પોલીસે જણાવ્યું હતું કે, “ચોરીના દાગીનાની રિકવરી સાથે સંકળાયેલી આ જૂની ઘટના છે.” તેઓએ વધુમાં કહ્યું કે, “વીડિયોમાં દેખાતા GRP જવાનોને સજા કરવામાં આવશે.”
આ પણ જૂઓ: મદરેસામાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ! મૌલવી, માસ્ટરમાઇન્ડ સહિત 4ની ધરપકડ