ગુજરાત

ગાંધીધામના પડાના પાસે ડમ્પર અડફેટે દાદી અને પૌત્રના મોત નીપજ્યાં

Text To Speech

ગાંધીધામઃ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ગાંધીધામ તાલુકાના પડાના ગામ પાસે આજે સવારે 11.15 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર હડફેટે ક્ષત્રિય જ્ઞાતિના મહિલા અને બાળકના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતા. હતભાગી બન્ને બસમાંથી ઉતર્યા બાદ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરઝડપે આવતા ડંપરની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા પામ્યા હતા. બન્નેને રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

 

દાદી-પૌત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા

ગાંધીધામ બી ડિવિઝન મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાપર તાલુકાના હમીરસર ગામના 60 વર્ષીય ગનુંબા ઘોઘુભા જાડેજા અને 7 વર્ષીય ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા બન્ને બહારથી બસ મારફતે પડાના પહોંચ્યા હતા. જ્યાં તેઓ નિયત સ્થળે જવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ડમ્પર નંબર GJ 11 TT 9711 વાળાની અડફેટે ચડી જતા ગંભીર ઈજાઓ પામ્યા હતા. તેઓને આદિપુર રામબાગ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. પીએસઆઇ આર કે દેસાઈએ આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button