ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

95 વર્ષની ઉંમરે દાદીએ ચલાવી અદભૂત કાર, નાગાલેન્ડના મંત્રીએ શેર કર્યો વીડિયો

  • 95 વર્ષની ઉંમરે કાર ચલાવતા જોવા મળ્યા દાદી
  • નાગાલેન્ડના મંત્રીએ પોતાના સોશિયલ મીડિયા ‘X’ એકાઉન્ટમાં શેર કર્યો વીડિયો

HD ન્યૂઝ ડેસ્ક, 12 ફેબ્રુઆરી: કોઈએ સાચું જ કહ્યું છે કે, શીખવાની કોઈ ઉંમર હોતી નથી. આનો અર્થ આપતો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં 95 વર્ષની દાદી ખૂબ જ સરસ રીતે કાર ચલાવતા જોવા મળે છે. દાદીના આ વીડિયોને ઈન્ટરનેટ પર યુઝર્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

દાદીમાના વીડિયોએ દિલ જીતી લીધું

આ અદભૂત વિડિયો નાગાલેન્ડ સરકારના મંત્રી અને બીજેપી નેતા તેમ્જેન ઇમના અલોંગ દ્વારા તેમના એકાઉન્ટ @AlongImna પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. આ મંત્રી ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ સક્રિય રહે છે. યુઝર્સ તેના દ્વારા શેર કરેલા વીડિયોને પણ ખૂબ જ પસંદ કરે છે. ત્યારે મંત્રીએ હવે 95 વર્ષના દાદીનો એક વીડિયો X પર શેર કર્યો છે, જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં દાદી ભરપૂર આનંદથી કાર ચલાવી રહ્યા છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

દાદી અને પૌત્ર વચ્ચે રમુજી વાતચીત

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા તેના પૌત્ર સાથે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન મહિલા તેના પૌત્ર સાથે આનંદ સાથે વાત કરતી જોવા મળે છે. પ્રવાસ દરમિયાન પૌત્ર તેની દાદીને પૂછે છે, શું તમે પહેલાં ક્યારેય કાર ચલાવી છે? દાદી આનો એક રમુજી જવાબ આપે છે. આ પછી પૌત્ર ફરી પૂછે છે, તમે આ બધું શું કર્યું? આના પર દાદી બંદૂકનું નામ લે છે.

આ પણ જૂઓ: તળાવમાં ફસાયેલા નાગાલેન્ડના મંત્રીનો વીડિયો વાયરલ, કહ્યું- ‘આજ JCB કા ટેસ્ટ થા’

લોકોએ વીડિયો જોઈ આપી પ્રતિક્રિયા

વીડિયો શેર કરતી વખતે નાગાલેન્ડ સરકારના મંત્રીએ કેપ્શનમાં લખ્યું કે, ‘દાદી 95 વર્ષની ઉંમરે પણ ધુમ મચાવી રહ્યા છે. ત્યાર બાદ તેમણે લખ્યું છે કે, ‘ફરી એકવાર હું કહેવા માંગુ છું: ઉંમર ખરેખર માત્ર એક સંખ્યા છે.’ માત્ર 57 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 44 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપીને પોતાનું દિલ ઠાલવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘દાદીએ માહોલ બનાવ્યી દિધો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘દાદીનું ડ્રાઇવિંગ અને તેમની ચટપટી વાતો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘દાદીનું એનર્જી લેવલ અલગ દેખાઈ રહ્યું છે.’

આ પણ વાંચો: ટ્રેનના પાટા પર દોડ્યું જેસીબી, લોકોએ કહ્યું- ‘ડ્રાઈવરને ભારત રત્ન આપવો જોઈએ’

Back to top button