PM મોદીનું UAE એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, તિરંગાના રંગમાં રંગાયો બુર્જ ખલીફા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ શનિવારે (15 જુલાઈ)ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની UAEની સત્તાવાર મુલાકાત પહેલા દુબઈના બુર્જ ખલીફાએ ભારતીય રાષ્ટ્રધ્વજના રંગો પ્રદર્શિત કર્યા હતા. તિરંગા સાથે PM મોદીની પણ તસવીર બુર્જ ખલીફાએ લગાવી હતી.
#WATCH | PM Narendra Modi receives a ceremonial welcome as he arrives at Qasr Al Watan, in Abu Dhabi
PM Modi was welcomed by UAE President Mohammed bin Zayed Al Nahyan. pic.twitter.com/FvxgliIhLI
— ANI (@ANI) July 15, 2023
Had a very productive meeting with Dr. Sultan Al Jaber, the President-designate of @COP28_UAE. Our discussions focused on ways to further sustainable development. Highlighted India’s contribution in this direction, in particular our emphasis on Mission LiFE. pic.twitter.com/E2jsdW8rCL
— Narendra Modi (@narendramodi) July 15, 2023
PM મોદીએ આભાર વ્યક્ત કર્યો
અબુ ધાબી પહોંચતા જ પીએમ મોદીનું એરપોર્ટ પર અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદે સ્વાગત કર્યું હતું. સ્વાગત બદલ આભાર વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “આજે એરપોર્ટ પર મારું સ્વાગત કરવા બદલ ક્રાઉન પ્રિન્સ HH શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો હું આભારી છુ.”
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी के UAE की आधिकारिक यात्रा से पहले दुबई के बुर्ज खलीफा ने कल भारतीय राष्ट्रीय ध्वज के रंग प्रदर्शित किए। pic.twitter.com/aq5AyZEkFJ
— ANI_HindiNews (@AHindinews) July 15, 2023
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે PM મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ
પીએમ મોદીના અબુ ધાબી એરપોર્ટ પર આગમન પર, વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વિટ કર્યું, “ભાગીદારીને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી પહોંચ્યા. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.” વડાપ્રધાન મોદી શનિવારે (15 જુલાઇ) સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વિસ્તૃત વાતચીત કરવાના છે.
Grateful to Crown Prince HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan for welcoming me at the airport today. pic.twitter.com/3dM8y5tEdv
— Narendra Modi (@narendramodi) July 15, 2023
કયા મુદ્દાઓ પર થઈ શકે છે વાત?
બંને દેશો વચ્ચે ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારો તરીકે ઐતિહાસિક વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા બાદ પ્રગતિની સમીક્ષા કરશે. આ સિવાય G20ના એજન્ડા પર પણ વાતચીત થશે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની યુએઈની આ 5મી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા ફ્રાંસના પ્રવાસે હતા. પીએમ મોદીએ આ મુલાકાતને યાદગાર ગણાવી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સના લોકોનો પણ આભાર માન્યો.
આ પણ વાંચો: ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક બાદ PM મોદીએ કહ્યું- ‘રક્ષણ સહયોગ અમારા સંબંધોનો મજબૂત આધારસ્તંભ’