મધ્ય ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાયન્સ સિટી ખાતે ભવ્ય સાયન્સ કાર્નિવલ 2023નું આયોજન, ક્યારથી થશે શરૂ અને શું છે ખાસ ?

Text To Speech

28 ફેબ્રુઆરીના ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરશે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ ખાતેનું સાયન્સ સિટી તેની ઉજવણી ખાસ બનાવી રહ્યું છે. ગુજરાત સાયન્સ સિટી 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી સાયન્સ કાર્નિવલ 2023નું આયોજન કરી રહ્યું છે. જેમાં જ્ઞાનનો ઉમેરો કરવાની સાથે વિજ્ઞાનની વાતો તમે જાણી શકશો. જે આગામી 1 અઠવાડિયા સુધી ચાલશે.

ભારતના સૌથી વિશાળ સાયન્સ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન સાયન્સ સિટી ખાતે થઈ રહ્યું છે. જેમાં વિવિધ વિજ્ઞાનની શાખાની પ્રવૃત્તિઓ અને પ્રયોગો સાથે સાથે નવી નવી ટેક્નોલોજી અંગે પણ એક્ઝિબિશન થશે. 28 માર્ચથી શરૂ થનાર આ સાયાન્સ કાર્નિવલમાં તમામ ઉંમરના લોકોને માહિતગાર કરવા માટેની વ્યવસ્થા છે. જેનો સમય સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધીનો રહેશે.

આ માટે 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી અમદાવાદ ખાતે આવેલા સાયાન્સ સેન્ટરની મુલાકાત લેવાનું ચુકશો નહીં. આ સાથે જ સાયન્સ સિટીમાં રોબોટિક-એક્વિટીક ગેલેરી, 5d થિયેટર,1-vr રાઈડ,થ્રિલ રાઈડ,મિશન ટુ માર્સ રાઈડ,4d થિયેટર,અર્થકવેક એક્સસ્પીરિયન્સ રાઈડ, કોલ માઇન આકર્ષણો નિહાળી શકાશે.

આ પણ વાંચો : Facebook અને Instagram બ્લુ ટિક સર્વિસ શરૂ, જાણો શું છે પ્લાનની કિંમતો ?

શું છે સાયન્સ સીટી ખાથે આકર્ષણ

સાયન્સ સીટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200 થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ સહિતના ક્ષેત્રે તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ, 16 રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ પણ કરે છે.

Back to top button