ગુજરાત

કરણી સેના દ્વારા આયોજિત એકતા યાત્રાનું મોરબીમાં ભવ્ય સ્વાગત

Text To Speech

મોરબીઃ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું છે માતાના મઢથી તા 01-05-2022 ના રોજ શરુ થયેલી એકતા યાત્રા તા. 16-05-2022 ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે જે એકતા યાત્રા આજે ગુરુવારે મોરબી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મોરબી ખાતે મહારાણા પ્રતાપ સર્કલ નજીક મોરબી શ્રી રાજપૂત કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા ઢોલ નગારા સાથે એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજ ઉપરાંત અન્ય સમાજ અને સંગઠનોએ પણ એકતા યાત્રાનું સ્વાગત કર્યું હતું.

એકતા યાત્રા અંગે કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જે પી જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી મોટી યાત્રા એકતા યાત્રા બની રહેશે જે કચ્છ માતાના મઢથી શરુ કરીને અમદાવાદ ધોળકા અને સૌરાષ્ટ્રમાં ફરીને સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે આજે મોરબી પહોંચતા મોરબીમાં પણ અન્ય સ્થળો જેમ ભવ્ય સ્વાગત કરાયું હતું. એકતા યાત્રા યોજવાના હેતુ વિશે જણાવ્યું હતું કે, સમાજમાંથી કુરિવાજો નાબુદ થાય, સમાજમાં એકતા આવે તેમજ રાજકીય-સામાજિક જાગૃત્તતા આવે અને યુવાનો વ્યસન મુક્ત બને તેવા હેતુથી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં સર્કિટ હાઉસથી લઈને શનાળા ગામ સુધીના રસ્તમાં આવતી મહાપુરુષોની પ્રતિમાને ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેરના રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શકત શનાળા ગામે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે સભા રાખવામા આવી હતી. જેમાં જિલ્લા પ્રભારી દશરથસિંહ (દશુભા) ઝાલા, રાજપુત સમાજના પ્રમુખ રઘુભા ઝાલા, મંત્રી મહાવીરસિંહ જાડેજા સહીત આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ જણાવ્યુ હતું કે, ક્ષત્રિય સમાજમાં એકતા વધે, સંગઠન મજબૂત બને, કુરિવાજો નાબૂત થાય, સમાજ વ્યસન મુક્ત બને અને શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધે તેવા ઉદ્દેશ સાથે આ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button