નેશનલ

પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા શરૂ; 10 લાખ લોકો લેશે ભાગ

Text To Speech

પુરી: ભગવાન જગન્નાથની રથયાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઓડિશા અને અમદાવાદમાં રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા બેસે છે. ઓડિશામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પુરીના મંદિરથી નીકળી ગુંડીચા મંદિરે જાય છે. ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા કાઢવામાં આવી છે.

પુરીમાં રથયાત્રામાં 10 લાખ લોકો ભાગ લેશે

પુરીમાં યાત્રા માટે ત્રણ ભવ્ય રથ બનાવવામાં આવ્યા છે. પ્રથમ રથમાં ભગવાન જગન્નાથ, બીજા રથમાં બલરામ અને ત્રીજા રથમાં સુભદ્રા સવાર થશે. જણાવી દઇએ કે રથ બનાવવા માટે 884 વિશેષ વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રથમ કાપ સોનાની કુહાડીથી કરવામાં આવે છે.

પુરીમાં સુરક્ષા દળોની 180 પ્લાટુન તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બીચ પેટ્રોલિંગ માટે કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યું છે. ડ્રોન કેમેરા દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પુરીમાં રથયાત્રામાં 10 લાખથી વધુ લોકો ભાગ લેશે.

અમદાવાદમાં પણ ભવ્ય રથયાત્રા નીકળી હતી

અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે 7 વાગે પ્રાર્થના કરીને રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના સમગ્ર પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગલ આરતી કરી હતી.

અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા માટે 25 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આજથી અમેરિકાના પ્રવાસે છે પરંતુ તેમણે જગન્નાથ રથયાત્રાની શરૂઆત પર અભિનંદન પણ પાઠવ્યા છે.

આ પણ વાંચો- અમદાવાદમાં આજે 146મી રથયાત્રા LIVE : રથયાત્રા કોર્પોરેશન પહોંચી, જગન્નાથજીના દર્શન કરવા ભાવિકોનું ઘોડાપુર ઉમડ્યું

Back to top button