ડિસાના ધિયાન હોન્ડા શો રૂમમાં યોજાયું નવાં વાહનોનું ગ્રાન્ડ લોન્ચિંગ
ડિસા, 30 જાન્યુઆરી, 2025: ઉત્તર ગુજરાતમાં બટાકા ઉત્પાદનના કેન્દ્ર તરીકે જાણીતું ડિસા હવે ધિયાન હોન્ડા શો રૂમ તરીકે પણ પ્રખ્યાત થઈ રહ્યું છે. સમગ્ર ક્ષેત્રમાં ટુ-વ્હીલરની ડિમાન્ડને પહોંચા વળવા માટે સજ્જ એવા ધિયાન હોન્ડા શો રૂમ માટે 29 જાન્યુઆરીને બુધવારનો દિવસ ખૂબ નોંધપાત્ર હતો.
ધિયાનના આ શો રૂમ ખાતે હોન્ડાના કેટલાક સૌથી સફળ અને સૌથી વધુ ડિમાન્ડમાં હોય એવા મોડેલ – SP 125, ACTIVA 125, ACTIVA 110 નું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું.
આ પ્રસંગે કંપનીના ઝોનલ મેનેજર મયંક સેન, AI અવનીશ સેન, ધિયાન હોન્ડાના ઓનર બલરામભાઈ પઢિયાર, માનવભાઈ પઢિયાર, જનરલ મેનેજર ભરતભાઈ ગોસ્વામી સહિત ડિસાના ઘણા મહાનુભાવો તેમજ માનવંતા ગ્રાહકો હાજર રહ્યા હતા.
હોન્ડાના નવા મોડેલોના લોન્ચિંગનો આ ભવ્ય કાર્યક્રમ ડિલાઈટ પાર્ટીપ્લોટમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધિયાનના માનવંતા ગ્રાહકો તેમજ આમંત્રિત મહેમાનોની હાજરીમાં લકી ડ્રો કરવામાં આવ્યો હતો અને તેમાં વિજેતા થયેલા લોકોને ગિફ્ટની સાથે તેમણે ખરીદેલા મોડલની ડિલિવરી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સિદ્ધિવિનાયક મંદિરમાં લાગુ થયો નવો ડ્રેસ કોડ, પાલન નહિ કરનાર માટે પ્રવેશ નિષેધ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD