અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની આજે પૂર્ણાહુતિ થશે.જે સાથે જ સૌથી મોટા ફ્લાવર શોની પણ શરૂઆત થશે. જે આગામી 13 જાન્યુઆરી સુધી ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત થશે. અમદાવાદમાં કોરોનાની ચિંતા છતાં પણ તમામ તકેદારી રાખીને વધુ એક કાર્યક્રમનું AMC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજે કાર્નિવલ પૂર્ણ થશે તે સાથે જ AMC આયોજિત ફ્લાવર શૉની શરૂઆત થશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શૉ ખુલ્લો મુકાશે. જે આગામી તા.12 જાન્યુઆરી સુધી ચાલશે. ફ્લાવર શોમાં પ્રવેશ માટે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 30 પ્રવેશ ફી નક્કી કરાઈ છે.
બે વર્ષ પછી યોજાનાર ફ્લાવર શોને ધ્યાનમાં લઈને 13 દિવસ બપોરે બે વાગ્યા સુધી જ અટલ ફૂટ ઓવરબ્રિજ ચાલુ રહેશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ થીમ’ આધારિત અને વિવિધ કલરની ગ્રીન વોલ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તેમજ જુદી જુદી સાઈઝના ફ્લાવર ટાવર સહિત અલગ અલગ થીમ આધારિત જુદા જુદા કલ્ચર ફ્લાવર શોમાં રહેશે.
આ ઉપરાંત ફ્લાવર શોમાં જી-20 સિમિટથી લઈ યોગ અને આઝાદીના અમૃત મહોત્સવના સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવેશ કરનાર લોકો માટે માસ્ક પણ ફરજિયાત હોવાની પણ વાત કરવામાં આવી છે.
જો કાંકરિયા કાર્નિવલમાં હાજર રહેનાર AMC ના આંકડા અનુસાર 30 ડિસેમ્બર સુધીમાં અંદાજે 9 લાખ લોકોએ કાંકરિયા કાર્નિવલની મુલાકાત લીધી છે. હજુ આજે પણ એકલાખ જેટલી જનમેદની ઉમટે તેવી શક્યતા રહી છે. આ ઉપરાંત કાર્નિવલમાં કોઈ પણ કોરોના કેસ સામે આવ્યો ન હોવાની પણ વાતો કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘શિક્ષણ અને સંસ્કાર દિન’ : જાણો બાપાએ શિક્ષણ ક્ષેત્રે આપેલી સેવાઓ વિશે