સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે GPSC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી
- વિવિધ પોસ્ટ માટે કુલ 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી
- અરજી પ્રક્રિયા આજે 14 નવેમ્બરથી શરુ થશે
- ઇચ્છુક ઉમેદવારો 30 નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે
સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે GPSC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોટી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે. આયોગે વિવિધ પોસ્ટ માટે કુલ 605 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 68/2024-25 to 81/2024-25 starting from 14.11.2024 13:00 to 30.11.2024 23:59https://t.co/G95g1yJUXS
— GPSC (@GPSC_OFFICIAL) November 13, 2024
અરજી પ્રક્રિયા આજે 14 નવેમ્બરથી શરુ થશે
જેની અરજી પ્રક્રિયા આજે 14 નવેમ્બરથી શરુ થશે. ઇચ્છુક ઉમેદવારો 30 નવેમ્બર સુધી ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે.
GPSC દ્વારા કુલ 14 જાહેરાતો ની 605 જગ્યાઓ માટે ની જાહેરાત આજે વેબસાઈટ પર મૂકવામાં આવી.
ઓનલાઇન અરજી ૧૪-૧૧-૨૦૨૪ થી બપોરે ૧૩:૦૦ કલાકથી કરી શકાશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 13, 2024
મદદનીશ ઇજનેર-96 પોસ્ટ, મદદનીશ ઇજનેર સિવિલ-250 પોસ્ટ છે
GPSCએ જાહેરાત ક્રમાંક 68/2024-25થી 81/2024-25 માટે જિલ્લા મલેરિયા અધિકારી-47 પોસ્ટ, મદદનીશ ઇજનેર-96 પોસ્ટ, મદદનીશ ઇજનેર સિવિલ-250 પોસ્ટ આ સિવાય બીજી અન્ય પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.