ગુજરાતમાં ભારે વરસાદના પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ
- 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
- પરીક્ષા 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી
- ભારે વરસાદ અને આગાહીને પગલે નિર્ણય લેવાયો
ગુજરાતમાં ભારે વરસાદના પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ રાકવામાં આવી છે. જેમાં GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ છે. તેમાં પરીક્ષા 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી. ભારે વરસાદ અને આગાહીને પગલે નિર્ણય લેવાયો છે. ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત માટે આજનો દિવસ અતિભારે, 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ
હવામાન વિભાગે 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા લેવામાં આવતી નાયમ મામલતદાર (DYSO)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 28 ઓગસ્ટથી પરીક્ષા શરૂ થવાની હતી. રાજયમાં ભારે વરસાદ અને આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને ભારે વરસાદના કારણે મુસાફરીમાં હાલાકીનો સામનો ના કરવો પડે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે.
આજે યોજાનારી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ની પરીક્ષા મોકૂફ
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લામાં 27 ઓગસ્ટે યોજાનારી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.