આજે GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષા, 1.61 લાખ પરીક્ષાર્થીઓનું ભાવિ નક્કી થશે
આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા આજે GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતભરમાંથી 1 લાખ 61 હજાર કરતા પણ વધારે પરીક્ષાર્થીઓ આજે GPSCની પરીક્ષા આપશે. સમગ્ર રાજ્યના 21 જિલ્લાના 633 કેન્દ્રો પર આ પરિક્ષા યોજાશે. GPSCની પરિક્ષા સવારે 11 કલાકે શરુ થશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર સવારે 10 વાગ્યે પ્રવેશ અપાશે.
GPSCની વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેમાં રાજ્યના કુલ 21 જિલ્લાઓના 633 સેન્ટરોમાં આનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે આ સેન્ટરોમાં 1.61 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. જેમાં વિગતવાર નજર કરીએ તો GPSCના 2 પેપરોની પરીક્ષા આજે યોજાશે.
આ પણ વાંચો : ચાઇનીઝ દોરીના અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ, જિલ્લા ક્લેક્ટર અને પોલીસને આપી સૂચના
GPSC વર્ગ 1ની 32 જગ્યા અને વર્ગ 2ની 70 જગ્યા મળી કુલ 102 જગ્યાઓ માટે આજે પરીક્ષા લેવાશે. આજે એક જ દિવસમાં બે પેપરની યોજાશે પરીક્ષા. GPSC દ્રારા તમામ કેન્દ્રો પર તૈયારી પુર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત જાહેર આયોગની પરીક્ષામાં કોઈ ગળબળ કે પેપર લીક જેવી ઘટના ન બને તે માટે પણ ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યુ છે.