ગુજરાતટ્રેન્ડિંગ

બાવળા બગોદરા નજીક ગોઝારા અકસ્માતનો મૃત્યુ આંક 12એ પહોંચ્યો, પરિવારમાં શોકનો માહોલ

Text To Speech
  • અકસ્માતમાં ઘટના સ્થળેજ 10 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

HD ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી જ હોય છે. ત્યારે આવી જ એક ગોઝારા અકસ્માતની વધુ એક ઘટના બાવળા બગોદરા હાઈવે પર બની હતી. અમદાવાદના બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક હાઈવે પર પંચર પડી જતાં ટ્રક હાઈવે પર ઉભી હતી ત્યારે પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. તેમજ અન્ય ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય બે વ્યક્તિઓનું પણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

ચોટીલા માતાજીના દર્શન કરીને પરત ફરતા સર્જાયો હતો અકસ્માત

બાવળા બગોદરા હાઈવે નજીક જે ગોઝારો અકસ્માત સર્જાયો તેઓ પરિવાર સાથે તમામ લોકો ચોટીલા માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બગોદરા પાસે રસ્તામાં પંચર પડ્યું હોવાથી હાઈવે પર ટ્રક પડ્યો હતો ત્યારે એવામાં જ પુર ઝડપે આવી રહેલી છોટા હાથી પડેલી ટ્રકમાં પાછળથી આવીને ઘુસી જવાથી ઘટના સ્થળે જ 10 વ્યક્તિના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનારા લોકો ખેડા જિલ્લાના કપડવંજના સુણદા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં હતા, અન્યને હોસ્પિટલ દાખલ કરાયા હતા. એવામાં સારવાર લઈ રહેલ બીજા બે પણ મોતને ભેટ્યા હતા. જેથી આ ગોઝારા અકસ્માતનો મૃત્યુ આંક વધીને 12 એ પહોચ્યો છે.

સુણદા ગામ હિબકે ચઢ્યું:

6 મૃતકોની અંતિમયાત્રા 1 હજારથી વધુ લોકો જોડાયા, મધરાત્રે અંતિમવિધી થઈ અકસ્માત બાદ સુણદા ગામના રામદેવપીર વાળા ફળિયામાં રહેતા ત્રણ કૌટુંબીક પરિવારોના 6 લોકોના મૃતદેહો લઈ જ્યારે એમ્બ્યુલન્સ શુક્રવારે રાતે સુણદા ગામમાં પ્રવેશી ત્યારથી જ ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. એમ્બ્યુલન્સમાંથી મૃતદેહોને ઉતારી તેઓના ઘરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામ છ લોકોની એકસાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. મધ્યરાત્રીએ 12 વાગ્યાના અરસામાં મૃતકોના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. મૃતકોની અંતિમયાત્રામાં એક હજારથી વધારે લોકો જોડાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસમાં ચિંતાજનક વધારો થયો

Back to top button