સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં સરકારની એન્ટ્રી, થોડી વારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુખ્યમંત્રી કરશે બેઠક
સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે આ મામલો બેકાબુ થતો જણાતા રાજ્ય સરકારે ઝંપલાવ્યું છે. થોડી જ વારમાં સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મંત્રણા મળવાની છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થોડી વારમાં બેઠક યોજાશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે હવે આ વિવાદ સરકાર સુધી પહોંચ્યો છે. થોડી જ વારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મહત્વની બેઠક યોજવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સંતો સાથે બેઠક મળશે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
સાધુ-સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામ-સામે
સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદને લઈને સનાતની સાધુ-સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામ-સામે આવી ગયા છે. ગઈકાલે અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે રાજ્યભરના સાધુ-સંતો એકઠા થયા હતા. જેમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ ગઈકાલે સાળંગપુર ખાતેમાં સ્વામિનારાયણ સંતોએ બેઠક કરી વિવાદનો અંત લાવવા માટે ચર્ચા કરી હતી. જો કે આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો ન હતો.
વિવાદ ઉકેલવા માટે સંત સમિતિની રચના કરવામાં આવી
છેલ્લા કેટલાક દિવસથી સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ હનુમાન દાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. ત્યારે આ વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે.
આ પણ વાંચો : સુરત: ગટરમાં ઉતરેલા મહિલા સહિત ચાર શ્રમિકો ગૂંગળાયા, 1નું મોત