- રાજ્ય સરકારની OBC અનામત અંગે મોટી જાહેરાત
- પ્રવક્તા મંત્રીએ ઋષિકેશ પટેલનું નિવેદન
- ‘ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ’
આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ઘણા સમયથી ચર્ચામાં રહેતા ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં OBC અનામત મુદ્દે આજે જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને ST અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત OBCને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.
સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યો
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં SC, ST, OBC માટે 50 ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે અગાઉ OBC માટે જે 10 ટકા બેઠકો હતી તે યથાવત્ રહેશે. ગુજરાતમાં OBC અનામતને લઈને સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યો છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં OBC બેઠકો ખાલી પડી છે. આ પંચાયતોમાં કોંગ્રેસે 27 ટકા OBC અનામતની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હવે સરકારે ઓબીસી અનામત અંગે જાહેરાત કરી દેતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતાઓ છે.
2022માં ઝવેરી કમિશનની રચના કરાઇ હતી
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે. કુલ બેઠકો કરતાં 50 ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી અને 2023માં અહેવાલ મળ્યો અને 3 મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. 27 ટકા અનામત અનુસુચૂતિ જનજાતિ અને અનુસુચૂતિ જાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે તે માટે ભલામણ કરી છે.
હાલનું જે સીમાંકન એ પ્રમાણે ચૂંટણી યોજાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસ્તી 50 ટકા કરતાં વધારે છે. આ વિસ્તારમાં વસ્તી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠકો ઓબીસીને આપીએ છીએ તે ચાલુ રહેશે. જો 25થી 50 ટકા વસ્તી હશે તો નિયમ પ્રમાણે બેઠક આપવી એટલે ઓબીસી બેઠક ઘટી જાય એમ છે. એટલે એવા કિસ્સામાં સરકારે 10 ટકા અનામત યથાવત રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકા એ 50 ટકા કરતા વધે નહીં તે જોવામાં આવશે. કુલ બેઠકના 50 ટકા બેઠક અનામત એટલે કે 27 ટકા અનામત સાથે થાય છે. ભલામણ સ્વીકારી હોય અને એમાં પણ ઓબીસીને મહત્વ અને પ્રતિનિધિત્વ મળી રહે એટલે ખૂબ ઝડપથીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય એમાં સરકારને રસ છે. હાલનું જે સીમાંકન એ પ્રમાણે ચૂંટણી યોજાશે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી Ph.D પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ માત્ર 6 ટકા