ઑનલાઇન ફ્રોડ કરનારાઓની હવે ખેર નહીં! સરકારે લૉન્ચ કર્યું Chakshu પોર્ટલ, આ રીતે નોંધાવો ફરિયાદ
નવી દિલ્હી, 06 માર્ચ: આજકાલ આડેધડ ફ્રૉડ, ફેક કૉલ્સના કેસ સામે આવે છે. કેન્દ્ર સરકારે વધતા જતા ફેક કૉલ્સ પર રોક લગાવવા માટે Chakshu પોર્ટલ લૉન્ચ કર્યું છે. આ કેન્દ્ર સરકારની Sanchar Saathi પહેલનો એક ભાગ છે, જેને દૂરસંચાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પોર્ટલ દ્વારા યુઝર્સ ફ્રોડ કૉલ અને મેસેજની ફરિયાદ કરી શકે છે. અગાઉ ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ પણ ટેલિકોમ કંપનીઓને નકલી કૉલને રોકવા માટે કોલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) સેવા દાખલ કરવા જણાવ્યું છે.
Sanchar Saathi પહેલ હેઠળ વિકસિત ચક્ષુ પોર્ટલ, સંચાર સાથી સાથે સંકલિત ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) છે. હિતધારકો આ પોર્ટલ પર નોંધાયેલા નંબરો, મેસેજ વગેરે પર ઝડપી કાર્યવાહી કરી શકશે. કેન્દ્રીય આઈટી અને સંચાર મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ચક્ષુ પોર્ટલ સરકારને ઑનલાઈન છેતરપિંડી સામે લડવામાં મદદ કરશે.
સરકારે 9 મહિનામાં સરકારે 1 હજારથી વધુ એકાઉન્ટ ફ્રિઝ કર્યા
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા 9 મહિનામાં સરકારે લોકોને લગભગ 1,000 રૂપિયાની છેતરપિંડીથી બચાવ્યા છે અને છેતરપિંડીભર્યા વ્યવહારો સાથે જોડાયેલા લગભગ 1,008 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ચક્ષુ પોર્ટલ દ્વારા, યુઝર્સ નકલી કૉલ્સ માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ નંબર, મેસેજ વગેરેની જાણ કરી શકશે, જેથી સરકાર તેની સામે પગલાં લઈ શકે.
ચક્ષુ પોર્ટલ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
કેન્દ્ર સરકારની સંચાર સાથી પહેલ તરીકે શરૂ કરાયેલા ચક્ષુ પોર્ટલ દ્વારા યુઝર્સ ફ્રૉડ કોમ્યુનિકેશનની જાણ કરી શકશે. આ કૉમ્યુનિકેશન ફેક કોલ્સ, SMS, ઈ-મેલ વગેરે દ્વારા થઈ શકે છે. આ સિવાય યુઝર્સ બેંક એકાઉન્ટ, પેમેન્ટ વોલેટ, સિમ કાર્ડ સંબંધિત ફરિયાદ કરી શકે છે.
Reporting suspected fraud communications is simple with #Chakshu. Visit https://t.co/ucurwdT8Cm. Your vigilance counts! pic.twitter.com/zlvOvawvKQ
— DoT India (@DoT_India) March 4, 2024
- ચક્ષુ પોર્ટલનો ઉપયોગ કરવા માટે પહેલા sancharsaathi.gov.in પર જાઓ.
- અહીં Citizen Centric Services હેઠળ આપવામાં આવેલ Chakshu ઑપ્શન પર ક્લિક કરો.
- આ પછી આપેલ ડિસ્ક્લેમર વાંચો અને જાણ કરવા આગળ વધો.
- આગળના પેજ પર તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જ્યાં મીડિયમ, કેટેગરી, ફ્રૉડ કોમ્યુનિકેશનનો સમય વગેરે ભરવાનું રહેશે.
- આ પછી તમારે તમારી અંગત માહિતી ભરવી પડશે અને OTP દાખલ કરવો પડશે.
- આ કર્યા પછી, નકલી મેસેજની ફરિયાદ નોંધવામાં આવશે.
તમે ચક્ષુ પોર્ટ પર આ બાબતોની ફરિયાદ કરી શકો છો
- જો તમને તમારા મોબાઈલ નંબર પર કોઈ અજાણ્યો મોબાઈલ નંબર મળ્યો હોય, તો તમે અહીં રિપોર્ટ કરી શકો છો
- ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા અને શોધવા માટે.
- મોબાઇલ હેન્ડસેટ નવો છે કે વપરાયેલો છે તેની અધિકૃતતા તપાસવા.
- ઇન્ટરનેશનલ નંબરો પરથી આવતા ફ્રોડ કૉલ્સની જાણ કરવા.
- લાઇસન્સ ધરાવતા વાયરલાઇન ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને તપાસવા.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે ચક્ષુ શબ્દ સંસ્કૃતમાંથી લીધો છે, જેનો અર્થ આંખ થાય છે. આ પોર્ટલ યુઝર્સ માટે આંખની જેમ કામ કરશે, જેના દ્વારા ઘણી વસ્તુઓ પર બારીકાઈથી નજર રાખી શકાય. ટેલિકોમ્યુનિકેશન વિભાગનું આ ડિજિટલ ઇન્ટેલિજન્સ પોર્ટલ યુઝર્સ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને કેન્દ્રીય એજન્સી, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે શેર કરે છે. ચક્ષુ અને ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ હેઠળ સરકાર ઑનલાઈન છેતરપિંડી ઘટાડવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાન-આધાર કાર્ડ લિંક કરતા પહેલા આ સમાચાર ખાસ વાંચો