આદિપુરૂષ પર એક્શન મૂડમાં આવી સરકાર; કહ્યું- ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવા દઇશું નહીં
Anurag Thakur On Adipurush: ઓમ રાઉતના નિર્દેશકમાં બનેલી ફિલ્મ આદિપુરૂષના ડાયલોગ પર વિવાદ વધી રહ્યો છે. અસલમાં પ્રભાસ સ્ટારર ફિલ્મમાં રામાયણના ચિત્રણ અને ખાસ કરીને તેના ડાયલોગને ખુબ જ નેગેટિવ રિવ્યૂ મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં રામાયણના કેરેક્ટરનું અનાદર કરવામાં આવ્યું છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. હવે આ બાબતે સરકાર એક્શનમાં આવીને કડક વલણ અપનાવ્યું છે.
આદિપુરૂષ પર સરકારનું વલણ સખ્ત:
આદિપુરૂષને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકૂરે કહ્યું છે કે લોકોની ધાર્મિક ભાવનાઓને આહત કરવાનો અધિકાર કોઈને આપવામાં આવશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને આના પર નિર્ણય કરવાનો છે. તેમને કહ્યું કે, મને રિપોર્ટ મળ્યો છે કે પ્રોડ્યુસર ફિલ્મના ડાયલોગ બદલવા માટે તૈયાર છે. અનુરાગ ઠાકૂરે તે પણ કહ્યું કે, તેઓ આના પર નજર પણ રાખશે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે નહીં અને તેમની મોર્નિટરિંગમાં તો ક્યારેય નહીં.
ટીમે ડાયલોગ બદલવાને લઈને શું કહ્યું:
આનાથી ફિલ્મની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું છે કે આદિપુરૂષને દુનિયાભરમાં જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે અને ફિલ્મ બધી જ ઉંમરના દર્શકોના દિલ જીતી લીધા છે. તો ટીમે જનતા અને દર્શકોના ઇનપુટને મહત્વ આપતા ફિલ્મના સંવાદોમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે.
આદિપુરૂષ પર પ્રતિબંધની થઇ રહી છે માંગ:
ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ આદિપુરૂષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચતા શાનદાર ક્લેક્શન તો કરી રહી છે પરંતુ ફિલ્મના સંવાદો પર લોકોએ આપત્તિ વ્યક્ત કરી છે અને આનો દેશભરમાં ખુબ જ વિરોધ થઇ રહ્યો છે. જ્યારે કૃતિ સેનને જાણકારી અને સની સિંહે લક્ષ્મણનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાને લંકેશનો રોલ નિભાવ્યો છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં રાજ્ય સરકારની મંજૂરી વગર સીબીઆઈ તપાસ નહિં કરી શકે, કેન્દ્રએ લીધો નિર્ણય