પોલીસ બાદ સરકાર એક્શન મોડમાં, શેત્રુંજય મામલે SIT નું ગઠન થાય તેવી શક્યતા
ભાવનગરમાં શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે હવે સરકાર દ્વારા SIT નું ગઠન કરવામાં આવી શકે છે. જૈન સમાજના ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જૈન સમાજની લાગણી ના દુભાય તે માટે સરકાર હવે SIT ની રચના કરી શકે છે. તેમજ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. જે રીતે એક પછી એક શહેરોમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે બંધ બારણે આ બાબતે બેઠકોની શરૂઆત થઇ ગઈ છે અને એનેકેન પ્રકારે આ મામલો ઠંડો પાડવા અને જૈન સમાજને ન્યાય આપવા સરકાર પ્રયત્નો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : સુરત : જૈન સમાજની મહારેલી, મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો
થોડા દિવસ અગાઉ જયારે શેત્રુંજય પર્વત પર તોડફોડ અને અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવાના આરોપ સાથે જૈન સમાજમાં ભારે રોષ બાદ મૌન રેલી કાઢી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કલિક SP ભાવનગર દ્વારા ત્યાં પોલીસ ચોકી બનાવવામાં આવી અને ત્યાં એક PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પાલીતાણા: શેત્રુંજય પર્વત પર SPના આદેશથી ઉભી કરાશે પોલીસ ચોકી
હવે સમગ્ર મામલે SIT તપાસ કરશે:સૂત્ર
શેત્રુંજય પર્વતની આસપાસ થતી અસામાજિક ગતિવિધિઓથી જૈન સમાજ ખુબ જ નારાજ થયો છે. ત્યારે પોલીસ બાદ હવે સરકાર પણ આમાં એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. જેને અંતર્ગત SIT નું ગઠન કરીન સમગ્ર મામલે તપાસના આદેશ આપી શકે છે સરકાર અને કાયદેસરની કાર્યવાહી કરી ગુનેગારોને સજા મળે અને જૈન સમાજને ન્યાય મળે તે હેતુથી સરકાર દ્વારા આ પગલા ભરવામાં આવી શકે છે.