ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Vistaraની એકસાથે 70 ફ્લાઇટ્સ થઈ રદ્દ, સરકારે એરલાઇન પાસે માંગ્યો રિપોર્ટ

Text To Speech

નવી દિલ્હી, 02 એપ્રિલ: ટાટા ગ્રૂપની વિસ્તારા એરલાઇન પર સંકટ તોળાઈ રહ્યું છે. પાયલોટની અછતને કારણે  એરલાઇન્સે તેની ફ્લાઇટ્સ અસ્થાયી ધોરણે ઘટાડી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્તારા એરલાઇને 70થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી છે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ આ સંબંધમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. વિસ્તારા એરલાઇનના ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ પગાર ધોરણમાં ફેરફારના વિરોધમાં તબીબી રજા પર ગયા છે, જેના કારણે એરલાઇનને ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ઘણી ફ્લાઇટ સેવાઓ પણ મોડી પડી રહી છે. ફ્લાઇટ કેન્સલ થવાની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ,  એરલાઇને વિક્ષેપ માટે મુસાફરોની માફી માંગી છે.

કંપનીએ શું કહ્યું?

Vistaraના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂની અછત સહિતના વિવિધ કારણોસર એરલાઇનને મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને ઘણા કિસ્સાઓમાં વિલંબ થયો હતો. પ્રવક્તાએ કહ્યું- અમારા નેટવર્કમાં પર્યાપ્ત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે અમે અમારી ફ્લાઇટ્સની સંખ્યા અસ્થાયી ધોરણે ઘટાડવાનો નિર્ણય લીધો છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું કે પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને નિયમિત કામગીરી ટૂંક સમયમાં ફરી શરૂ થશે.

પગારમાં ઘટાડો કરતાં પાયલોટ રજા પર ઉતર્યા

સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્તારા નવા કોન્ટ્રાક્ટ હેઠળ તેના A320 ફ્લીટના અધિકારીઓના માસિક પગાર ધોરણમાં ફેરફારને પગલે પાયલોટની અછતનો સામનો કરી રહી છે. એક સૂત્રોએ જણાવ્યું હતું કે બીમાર હોવાની જાણ કરનારા અધિકારીઓએ એરલાઇનને ફ્લાઇટ્સ રદ કરવા માટે મજબૂર કર્યા હતા. કારણ કે તેમના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પગારના કેટલાક ઘટકોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ફ્લાઈંગ અવર્સ સાથે જોડાયેલા પ્રોત્સાહનોમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફ્લાઇટમાં 153 પેસેન્જર્સને ભગવાન ભરોસે મૂકીને બંને પાયલોટ સૂઈ ગયા, આંખ ખુલી તો હોશ ઉડી ગયા

Back to top button