સરકારની MSME માટે FY26 માટેની નવી સ્કીમમાં રૂ. 1થી 1.5 લાખ ક્રેડિટ કવર આપવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી, 17 માર્ચ: કેન્દ્ર સરકાર દ્વારા MSME માટે નવી જ લોન્ચ કરવામાં આવેલ મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો 2025-26 માટે રૂ. 1.-1.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી કવર આપવાનો લક્ષ્યાંક સેવી રહી છે. આ સ્કીમ ઇક્વીપમેન્ટ કે મશીનરી ખરીદવા માટે લાયક MSMEને મંજૂર કરાયેલી રૂ. 100 કરોડની ધિરાણ સવલત માટે મેમ્બર લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન (MLI)ને નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમીટેડ (NSGTC) દ્વારા આ સ્કીમમાં 60 ટકા ગેરંટી કવરેજ પૂરું પાડવાની આશા સેવવામાં આવી છે.
MSME ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે આ સ્કીમને કેબિનેટ દ્વારા 29 જાન્યુઆરીના રોજ ચાર વર્ષના ગાળા માટે અથવા તો જ્યાં સુધી રૂ. 7 કરોડની સંચિત ગેરંટી જારી કરવામાં આવે, બે માંથી જે પહેલુ હોય ત્યાં સુધી પૂરી પાડવમાં આવશે. આ સ્કીમ બેન્કો અને નાણાં સંસ્થાઓ દ્વારા જામીનગીરી મુક્ત લોન એવા MSMEને આપવામાં આવશે જેમને પોતાના કારોબારના વિસ્તરણ અને વૃદ્ધિ માટે ઋણ મૂડીની જરૂરિયાત હોય.
2025-26માં, અમે રૂ. 1-1.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટીનું લક્ષ્યાંક રાખીએ છીએ એમ જણાવતા એક વરિષ્ઠ અધિકારીએ ઉમેર્યું હતું કે, સરકાર આ યોજના માટે નોંધપાત્ર માંગની અપેક્ષા રાખે છે કારણ કે તે ધિરાણ અંતરને દૂર કરવાની ઉદ્યોગની ઇચ્છા પર આધારિત હતી. અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નાણાકીય વર્ષ 26 માં રૂ. 1 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી આરામથી પ્રાપ્ત થશે.
“આ યોજના સારી રીતે ચાલી રહી છે કે નહીં તે જાણવા માટે બે વર્ષ પછી યોજનાની સમીક્ષા કરવામાં આવશે. જો જરૂરિયાત જણાશે તો અમે છ મહિનામાં પણ સમીક્ષા કરી શકીએ છીએ.” એમ અધિકારીએ જણાવ્યું હતું.
વિવિધ અંદાજો સૂચવે છે કે ભારતીય MSME સેક્ટર માટે ધિરાણ અંતર રૂ. 15 લાખ કરોડથી રૂ. 45 લાખ કરોડની વચ્ચે છે, જે ધિરાણની જરૂરિયાત અને સરકારી યોજનાઓની કામગીરીના સમયાંતરે સર્વેક્ષણ માટેની વ્યવસ્થાની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર MSME સેક્ટરમાં વધુ સારી રીતે હસ્તક્ષેપ કરવા માટે આવા સામયિક સર્વેની વિચારણા કરી રહી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અનુસાર, MSME સેક્ટરને અનુસૂચિત વાણિજ્યિક બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓનું ધિરાણ 31 માર્ચ, 2020ના રોજ 18.48 લાખ કરોડ રૂપિયાથી વધીને 31 માર્ચ, 2024ના રોજ રૂ. 31.7 લાખ કરોડ થઈ ગયું છે.
2022-23ના ડેટા મુજબ, MSME સેક્ટરે GDPમાં 30.1% અને ઉત્પાદનમાં 36% ફાળો આપ્યો છે. વધુમાં, 2023 24ના ડેટા મુજબ, MSME ક્ષેત્રે નિકાસમાં 45% યોગદાન આપ્યું છે.
આ પણ વાંચોઃ Aadhaar નંબરને ડીમેટ એકાઉન્ટ સાથે ઘરે બેઠા લિંક કરો, જાણો તેના ફાયદા