ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

જમ્મુ-કાશ્મીરની લિથિયમ ખાણ સહિત 3 મહત્વપૂર્ણ ખનિજ બ્લોકની હરાજી રદ, જાણો કારણ

Text To Speech

દિલ્હી, 28 જુલાઈ: સરકારે ખાણ વેચાણના ત્રીજા તબક્કા હેઠળ ત્રણ મહત્વપૂર્ણ ખનિજ બ્લોકની હરાજી રદ કરી છે. જેમાં જમ્મુ-કાશ્મીરની લિથિયમ ખાણનો પણ સમાવેશ થાય છે. હરાજી લગાવનારની સંખ્યા નિર્ધારિત સંખ્યા કરતા ઓછી હોવાના કારણે સરકારે આ હરાજી રદ કરી છે. નિર્ણાયક ખનિજોમાં સ્વચ્છ વિકલ્પો અને આત્મનિર્ભરતા હાંસલ કરવા સરકાર આ હરાજી કરવા જઈ રહી છે. જે ત્રણ બ્લોકની હરાજી રદ કરવામાં આવી છે તેમાં જમ્મુ અને કાશ્મીરમાં સલાલ-હૈમના લિથિયમ, ટાઇટેનિયમ અને બોક્સાઈટ (એલ્યુમિનિયસ લેટેરાઈટ) બ્લોક, ઝારખંડમાં મસ્કનિયા-ગરિયાતોલા-બરવરી પોટાશ બ્લોક અને તમિલનાડુમાં કુરુંજકુલમ ગ્રેફાઈટ બ્લોકનો સમાવેશ થાય છે.

બોલી લગાવનારા પૂરતી સંખ્યામાં ન જોવા મળતા હરાજી થઈ રદ

ખાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર હરાજી રદ કરવામાં આવી હતી કારણ કે ‘ખનિજની હરાજીના નિયમો અનુસાર જરૂરી સંખ્યામાં બોલી લગાવનારોની સંખ્યા મળી ન હતી. મંત્રાલયે 14 માર્ચે હરાજીના ત્રીજા તબક્કામાં સાત મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સનું વેચાણ શરૂ કર્યું હતું. પ્રથમ તબક્કામાં ત્રણ કરતાં ઓછી બોલી લગાવનાર બ્લોકને આ રાઉન્ડ હેઠળ સૂચિત કરવામાં આવ્યા હતા. આ સાત બ્લોક્સ ગ્લુકોનાઇટ, ગ્રેફાઇટ, નિકલ, પીજીઇ, પોટાશ, લિથિયમ અને ટાઇટેનિયમ જેવા મહત્વના ખનિજો સાથે સંબંધિત છે અને તે બિહાર, ઝારખંડ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે.

ખનિજ બ્લોકની હરાજીનો ચોથો રાઉન્ડ

ગયા મહિને સરકારે બીજા તબક્કામાં શરૂ કરેલા મહત્પૂર્ણ ખનિજોના 14 બ્લોકની હરાજી રદ કરી દીધી હતી. પ્રથમ તબક્કામાં કેન્દ્રએ હળવા પ્રતિસાદને કારણે વેચાણ માટે મૂકવામાં આવેલા 20 બ્લોકમાંથી 13ની હરાજી રદ કરી દીધી હતી. કેન્દ્રએ ગયા મહિને અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં 21 ખાણોની ઑફર કરતાં જટિલ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોકની હરાજીના ચોથા રાઉન્ડની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: આગામી અઠવાડિયે રૂ. 2000 કરોડના ખુલી રહ્યા છે 8 IPO, લિસ્ટ થઇ રહેલા 11 નવા શેરની પણ જુઓ યાદી

Back to top button