ગોવિંદાથી અલગ રહે છે પત્ની સુનિતા, પતિના નેચર વિશે કહી આ વાત…
- સુનીતા આહુજાએ તાજેતરમાં કબૂલાત કરી છે કે તે પતિ ગોવિંદાથી અલગ રહે છે, જોકે તેમના સંબંધો સારા જ છે, પરંતુ આમ કરવા પાછળનું કારણ બીજું છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પોતાની અનોખી સ્ટાઈલ માટે જાણીતી છે. તેના ઈન્ટરવ્યુમાં સુનીતા અભિનેતા સાથે તેની લવ લાઈફ, લગ્ન અને બાળકોની બોલિવૂડ કારકિર્દી અંગે ચર્ચા કરી ચૂકી છે, પરંતુ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુનીતાએ ખુલાસો કર્યો હતો કે તે અને ગોવિંદાથી અલગ ઘરમાં રહે છે. ના, તેમના સંબંધોમાં કોઈ તિરાડ નથી, પરંતુ બંનેના અલગ-અલગ ઘરમાં રહેવાનું કારણ તેમની અલગ-અલગ દિનચર્યા છે.
અમારા બંનેના ઘર સામસામે છે
સુનીતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘અમારા બે ઘર છે. અમારા એપાર્ટમેન્ટની સામે અમારો બંગલો છે. હું મારા બાળકો સાથે ફ્લેટમાં રહું છું. જ્યારે ગોવિંદા મોડી રાત સુધી મીટિંગ અને મિત્રો સાથે સમય વિતાવ્યા બાદ બંગલામાં રહે છે. તેને વાતો કરવી ખૂબ જ ગમે છે, તેથી જ્યાં પણ 10 લોકો મળી જાય છે, તો તે બેસીને વાતો કરવા લાગે છે. હું અને મારા બાળકો વધારે વાત કરતા નથી, કારણ કે મને લાગે છે કે વધુ પડતી વાતો કરવાથી શક્તિનો વ્યય થાય છે. આ સિવાય સુનીતાએ કહ્યું કે ગોવિંદા ઘણીવાર મીટિંગ પછી મોડા આવે છે અને તેને સવારે વહેલું ઉઠવું પડે છે. આ જ કારણ છે કે બંને અલગ-અલગ ઘરમાં રહેવાનું પસંદ કરે છે.
આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપરાએ પહેર્યું દિકરી માલતીના નામનું લોકેટ, બીચ પર સેલિબ્રેટ કર્યુ ન્યુ યર, જુઓ Photos