ગોવિંદાએ 37 વર્ષ પછી ફરી કર્યા લગ્ન, માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી બન્યા આ પળના સાક્ષી
મુંબઈ, 21 માર્ચ : બોલિવૂડના પાવરફુલ એક્ટર ગોવિંદાએ લગ્નના 37 વર્ષ બાદ ફરી લગ્ન કર્યા છે. આ ખાસ અવસર પર તેની સાથે માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી હાજર હતાં. હવે તમે વિચારતા હશો કે તેણે છેલ્લે કોની સાથે લગ્ન કર્યા હતા?
બોલિવૂડમાં પોતાની શાનદાર કોમિક ટાઈમિંગ અને અદભૂત ડાન્સ મૂવ્સથી લોકોનું દિલ જીતનાર ગોવિંદા આ દિવસોમાં ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ ટીવી સ્ક્રીન પર તેની સ્ટાઈલ ક્યારેક જોવા મળે છે. અભિનેતાની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી અને લોકો હજુ પણ તેની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ અભિનેતાએ કંઈક એવું કર્યું જેના પર હવે લોકોનું ધ્યાન ગયું છે. અભિનેતાએ તેના લગ્નના 37 વર્ષ પછી ફરીથી લગ્ન કર્યા છે, તે પણ ટીવીના નાના પડદા પર. માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી આ ખાસ પળના સાક્ષી બન્યા હતા. હવે તમે વિચારતા હશો કે, ગોવિંદાએ શા માટે ફરીથી લગ્ન કર્યા, કોની સાથે અને ક્યાં કર્યા. તો જાણીએ આ વિશે..
ગોવિંદાએ ફરી કર્યા લગ્ન
ગોવિંદા તેની પાર્ટનર એટલે કે પત્ની સુનીતા સાથે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ના સેટ પર પહોંચ્યો હતો. તે મહેમાન તરીકે શોના સ્પેશિયલ એપિસોડનો ભાગ બન્યો હતો. આ સમય દરમિયાન જ તેણે નવી છોકરી સાથે નહીં પરંતુ તેના 37 વર્ષના જીવનસાથી એટલે કે તેની પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં માધુરી દીક્ષિત ગોવિંદાને કહે છે કે તેણે ક્યારે લગ્ન કર્યા તેની તેને ખબર પણ ન હતી. આ અંગે દુઃખ વ્યક્ત કરતાં ગોવિંદાની પત્ની સુનીતા કહે છે કે તેમની પાસે લગ્નનો કોઈ ફોટો નથી. આના જવાબમાં માધુરી દીક્ષિત કહે છે કે ફોટા ન હોય તો વાંધો નથી, પરંતુ તમારી પાસે ‘ડાન્સ લવર્સ’નો પરિવાર છે, આપણી પાસે વર-કન્યા પણ છે, તેથી આજે તેઓ તમને હાર પહેરાવશે. આ પછી ગોવિંદા અને સુનીતાએ ફરીથી એકબીજા સાથે લગ્ન કર્યા.
અહીં વિડિયો જુઓ
View this post on Instagram
પ્રેમ ભરેલી ક્ષણ જોવા મળી
‘ડાન્સ દીવાને’ના આ ખાસ એપિસોડને ‘ગોવિંદા કી શાદી’ નામ આપવામાં આવ્યું છે. બંનેએ તેમના લગ્નની ક્ષણને ફરીથી ક્રિએટ છે, કારણ કે તેમની પાસે લગ્નની કોઈ યાદ નથી. આ અવસર પર દરેક લોકો સેટ પર ઉત્સાહિત દેખાતા હતા. ગોવિંદા અને સુનીતા મેચિંગ જોડીમાં જોવા મળ્યા હતા. ગોવિંદાએ પિંક ચમકદાર કુર્તા-પાયજામા પહેર્યો હતો, તો સુનિતા પણ હેવી પિંક લહેંગામાં જોવા મળી હતી. બંને વચ્ચે પ્રેમ ભરેલી ક્ષણ પણ જોવા મળી હતી. વરમાળા પહેરાવ્યા બાદ બંને એકબીજાને ગળે લાગતા અને કિસ કરતા જોવા મળ્યા હતા.
આ રીતે અમે મળ્યા
વર્ષો પહેલા સિમી ગ્રેવાલ સાથેની વાતચીત દરમિયાન ગોવિંદાએ જણાવ્યું હતું કે તે સુનીતાને તેના કાકાના લગ્નમાં પહેલીવાર મળ્યો હતો. ગોવિંદાના કાકા અને સુનીતાની બહેનના લગ્ન થયા હતા. અહીંથી જ બંને પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા, પરંતુ લગ્ન પછીનો સમય ટેન્શન ભરેલો રહ્યો. ગોવિંદા અને સુનીતાએ જણાવ્યું હતું કે તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા.
આ પણ વાંચો : સોનાના ભાવ પહોંચ્યા નવી ટોચે, શું આ છે અચાનક ઉછાળાનું કારણ?