અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાતના અગ્રણીઓ સાથે બેઠક

Text To Speech
  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રુચી લે તે સમયની માંગ છે: રાજ્યપાલ

ગાંધીનગર, 31 ડિસેમ્બર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના અગ્રણીઓ સાથે આજે મંગળવારે બેઠક યોજી હતી. આ બેઠકમાં સૂચન કરતાં તેમણે કહ્યું હતું કે, આયુર્વેદમાં ઉપયોગી વનસ્પતિઓ, ઔષધીય વૃક્ષો-છોડનું વાવેતર અને ઉછેર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી થાય તો તેની ગુણવત્તા વધુ સારી થશે અને ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રુચી લે તે સમયની માંગ છે.

આ બેઠકમાં વૈદ્ય ફાલ્ગુન પટેલ, હિતેશ જાની, પ્રજ્ઞાબેન મહેતા અને કરિશ્માબેન નરવાણી તથા આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલે આયુર્વેદની વિશેષ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિસ્તૃત વિમર્શ કર્યો

ભારતમાં આયુર્વેદ ક્ષેત્રમાં સેવા, સંશોધન અને શિક્ષણ કાર્યમાં સક્રિય આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના આગેવાનો રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આયુર્વેદની વિશેષ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિસ્તૃત વિમર્શ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, માનવ નિર્માણ સૌથી મહાન કાર્ય છે. ગર્ભ સંસ્કાર અને સુવર્ણ પ્રાસનથી આ દિશામાં યોગ્ય કાર્ય થઈ રહ્યું છે. આયુર્વેદના આહાર શસ્ત્રનું બાળકોને નાનપણથી જ શિક્ષણ અને સમજણ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો. શુદ્ધ, પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહારના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે, નાનપણની ખાન-પાનની સારી આદતો આખું જીવન સુધારે છે.

આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ પર વૈજ્ઞાનિક સંશોધનો થવા જોઈએ, આયુર્વેદ પ્રેક્ટિસ કરતા વૈદ્ય આ માટે જરૂરી ડેટાબેઝ તૈયાર કરે અને આયુર્વેદથી થતી ચિકિત્સાનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ જૂઓ: ગુજરાત: ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમા શરૂ

Back to top button