ઈલેક્ટોરલ બોન્ડ પ્રત્યે સરકારનો ઈરાદો સારો-નીતિન ગડકરી
ગાંધીનગર, 23 માર્ચ : સુપ્રીમ કોર્ટે મોદી સરકારની ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી છે.આમ છતાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ યોજનાના વખાણ કરતા થાકતા નથી. તેમણે ફરી એકવાર કહ્યું છે કે મોદી સરકાર સારા ઈરાદા સાથે ચૂંટણી બોન્ડ યોજના લાવી હતી. તેઓ આ પહેલા પણ આવું કહી ચુક્યા છે કે જો ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૂ ન થઈ હોત તો પણ પાર્ટીઓને દાન આપવામાં આવત. કંપનીઓ કાળા નાણાને વ્હાઇટમાં ફેરવે છે અને પાર્ટીઓને બે નંબરથી પૈસા આપે છે. હવે ગડકરીએ ફરી કહ્યું છે કે ફંડ વિના કોઈપણ પાર્ટી ચલાવવી શક્ય નથી. સરકાર આ યોજનાને સારા ઈરાદા સાથે લાવી છે જેથી રાજકીય પક્ષોના ફંડિંગમાં પારદર્શિતા લાવી શકાય. તેમજ, તેમણે અરુણ જેટલીને પણ યાદ કર્યા.
નીતિન ગડકરીએ કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ ઈલેક્ટોરલ બોન્ડને લઈને કોઈ અન્ય સૂચના આપે તો તમામ રાજકીય પક્ષોએ સાથે મળીને તેના પર વિચાર કરવાની જરૂર છે. ગાંધીનગરના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જ્યારે અરુણ જેટલી નાણામંત્રી હતા ત્યારે હું પણ ચર્ચામાં સામેલ હતો. કેટલાક દેશોમાં રાજકીય પક્ષોને સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જો કે ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નથી.
ચૂંટણી બોન્ડ પાછળનું મુખ્ય કારણ રાજકીય પક્ષોને સીધું દાન આપવાનું હતું. સરકાર બદલાયા બાદ તેમને બિનજરૂરી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે દાતાનું નામ જાહેર કરવામાં આવતું ન હતું. જેમ મીડિયા હાઉસને પણ કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રાયોજકોની જરૂર હોય છે.એ જ રીતે રાજકીય પક્ષોને પણ ભંડોળની જરૂર છે.
આ ઉપરાંત,તમે જમીની વાસ્તવિકતા જુઓ કે કોઈપણ પક્ષ કેવી રીતે ચૂંટણી લડશે. અમે પારદર્શિતા લાવવા માટે ઈલેક્ટોરલ બોન્ડની સિસ્ટમ લાવ્યા છીએ.તેથી અમારો ઇરાદો સાચો હતો. જો સુપ્રીમ કોર્ટ કોઈ ભૂલ જણાય અને તેને સુધારવાનું કહે તો તમામ પક્ષકારોએ સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. લોકશાહીમાં બધું પારદર્શક રીતે થવું જોઈએ. ભંડોળ વિના કોઈપણ પક્ષ સક્રિય રહી શકતો નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અને SBIને ફટકાર બાદ SBIએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપી દીધો છે. ચૂંટણી પંચે તેને પોતાની વેબસાઈટ પર પણ જાહેર કરી છે.
આ પણ વાંચો : કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિદેશ મંત્રાલયની ટિપ્પણી, ભારતે વ્યક્ત કર્યો વિરોધ