કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાવાઝોડાને લઈ સરકારનો નિર્ણય, આ જીલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ મોકૂફ

Text To Speech

રાજ્યભરમાં આગામી તા. 12 થી 14 જુન 2022 દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાવવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં બિપ્રોજોય વાવાઝોડા ની સંભવિત વ્યાપક અસર ને અનુલક્ષી ને દરીયા કિનારા ના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢ માં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવા નો મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસો એ યોજાશે.

શાળા પ્રવેશોત્સવ-humdekhengenews

રાજ્યમાં જૂન-2023ના શરૂ થતા શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવામાં આવશે. જૂન-2023 થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે 9,77,513 વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, અને 2,30,019 વિદ્યાર્થીઓ ધોરણ-1માં પ્રવેશ મેળવશે.

શાળા પ્રવેશમાં વયમર્યાદા:

આ સાથે દર વર્ષની જેમ આંગણવાડી અને ધોરણ-1માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં ખાસ કરીને જે બાળકોની ઉંમર 1 લી જૂનના રોજ 5(પાંચ) વર્ષથી વધુ અને 6(છ) વર્ષ કરતા ઓછી હશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. જે બાળકની ઉંમર 1લી જૂનના રોજ 6(છ) વર્ષથી વધુ અને 7(સાત) વર્ષ કરતા ઓછી હશે તેને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો: વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

Back to top button