વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સપ્ટેમ્બરે કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને નૌકાદળને સોંપતી વખતે ભારતીય નૌકાદળ માટે નવા ધ્વજનું અનાવરણ પણ કર્યું . જૂના ધ્વજમાં તિરંગાની સાથે સેન્ટ જ્યોર્જ ક્રોસ (બ્રિટીશનું પ્રતીક) પણ મૂકવામાં આવ્યું હતું. વડાપ્રધાને તેને ગુલામીનું પ્રતીક ગણાવ્યું હતું. નવા ધ્વજમાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતીક મુકવામાં આવ્યું છે.
અત્યાર સુધી આવો હતો ઝંડો
તમને જણાવી દઈએ કે જ્યારે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારે ભારતીય સંરક્ષણ દળોએ બ્રિટિશ સંસ્થાનવાદી ધ્વજ અને બેજ સાથે રાખવાનું ચાલુ રાખ્યું હતું. તેની પેટર્ન 26 જાન્યુઆરી 1950ના રોજ બદલાઈ હતી. નૌકાદળનો ધ્વજ પણ બદલવામાં આવ્યો હતો. પરંતુ ફરક માત્ર એટલો હતો કે યુનિયન જેકને તિરંગાથી બદલવામાં આવ્યો હતો. જ્યોર્જ ક્રોસ જાળવી રાખવામાં આવ્યો હતો.
2004માં ધ્વજમાં બીજો ફેરફાર કરવામાં આવ્યો હતો
ધ્વજમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યોર્જ ક્રોસ દૂર કરવામાં આવ્યો ન હતો વર્ષ 2001માં ફેરફાર કરવામાં આવ્યો હતો. જો કે તે સમયે પણ સેન્ટ જ્યોર્જ ક્રોસ દૂર કરવામાં આવ્યો ન હતો. નેવીના ધ્વજમાં ફેરફારની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. વાઈસ એડમિરલ VEC બાર્બોઝાએ પણ આ સૂચન કર્યું હતું. જેઓ નૌકાદળમાંથી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ તરીકે નિવૃત્ત થયા હતા. 2004માં બીજો ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે પણ સેન્ટ જ્યોર્જ ક્રોસ દૂર કરવામાં આવ્યો ન હતો. 2014માં દેવનાગરી લિપિમાં અશોક પ્રતીક હેઠળ ધ્વજ પર ‘સત્યમેવ જયતે’ શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સેન્ટ જ્યોર્જ ક્રોસ શું છે?
સફેદ પૃષ્ઠભૂમિ પરનો લાલ ક્રોસ સેન્ટ જ્યોર્જ ક્રોસ તરીકે ઓળખાય છે. તેનું નામ એક ખ્રિસ્તી યોદ્ધા પર રાખવામાં આવ્યું હતું. આ ક્રોસ ઇંગ્લેન્ડના ધ્વજ તરીકે પણ કામ કરતો હતો. ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશતા અંગ્રેજી જહાજોને ઓળખવા માટે ઈંગ્લેન્ડ અને લંડન શહેર દ્વારા 1190માં ધ્વજ અપનાવવામાં આવ્યો હતો. રોયલ નેવીએ તેના જહાજો માટે જ્યોર્જ ક્રોસ અપનાવ્યો.
નેવીનો નવો ધ્વજ શા માટે ખાસ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા ધ્વજનું અનાવરણ કર્યું. જેના ઉપરના કેન્ટન પર રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રીય પ્રતીક સાથે વાદળી અષ્ટકોણ આકાર પણ છે. તે નૌકાદળના સૂત્ર સાથે ઢાલ પર સુશોભિત છે. “બે સોનેરી સરહદો સાથેનો અષ્ટકોણ આકાર મહાન ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની સીલમાંથી પ્રેરણા લે છે. જેમની દૂરંદેશી દરિયાઇ દ્રષ્ટિએ વિશ્વસનીય નૌકાદળની સ્થાપના કરી,” નેવીએ નવો ધ્વજ પ્રદર્શિત કરતા વીડિયોમાં જણાવ્યું હતું.નૌકાદળે કહ્યું, “છત્રપતિ શિવાજી મહારાજના કાફલામાં 60 યુદ્ધ જહાજો અને લગભગ 5,000 સૈનિકો હતા. શિવાજી મહારાજના સમયગાળા દરમિયાન વધતી જતી મરાઠા નૌકા શક્તિ બાહ્ય આક્રમણ સામે દરિયાકાંઠાને સુરક્ષિત કરનાર પ્રથમ હતી.”
ભારતે તેની ગુલામીની નિશાની ઉતારી છેઃ મોદી
ભારતીય નૌકાદળના નવા પ્રતીક (ધ્વજ)નું અનાવરણ કરતાં વડાપ્રધાને કહ્યું કે ભારતે વસાહતી ભૂતકાળનો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યું “આજે 2 સપ્ટેમ્બર, 2022ની ઐતિહાસિક તારીખે વધુ એક ઈતિહાસ બદલાવનારી ઘટના બની છે. આજે ભારતે ગુલામીની નિશાની ગુલામીનો બોજ ઉતારી લીધો છે. ભારતીય નૌકાદળને આજથી નવો ધ્વજ મળ્યો છે.
INS વિક્રાંત શિવાજી મહારાજને સમર્પિત: PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ INS વિક્રાંત મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીને સમર્પિત કરે છે. તેમણે કહ્યું “છત્રપતિ વીર શિવાજી મહારાજે આ દરિયાઈ શક્તિના બળ પર એવી નૌકાદળ બનાવી. જેણે દુશ્મનોની ઊંઘ હરામ કરી દીધી. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેઓ ભારતીય જહાજોની શક્તિ અને તેમના દ્વારા થતા વેપારથી ડરતા હતા. તેથી તેણે ભારતની દરિયાઈ શક્તિની કમર તોડવાનું નક્કી કર્યું. ઈતિહાસ સાક્ષી છે કે તે સમયે બ્રિટિશ સંસદમાં કાયદો ઘડીને ભારતીય જહાજો અને વેપારીઓ પર કેટલા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.