ગુજરાતટ્રેન્ડિંગનેશનલયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Android યૂઝર્સ માટે સરકારની વોર્નિંગ, ફોન હેક થવાનો ખતરો

Text To Speech

નવી દિલ્હી – 16 સપ્ટેમ્બર :  સરકારે Android સ્માર્ટફોન યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. જો તમે પણ એન્ડ્રોઇડ યુઝર છો તો તમારા ફોન પર હેક થવાનો ખતરો છે. સરકારી એજન્સી CERT-In એ એક ચેતવણી જાહેર કરી છે, જેમાં Android ડિવાઇસમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી છે. આ ખામીઓને કારણે યુઝર્સના સ્માર્ટફોન હેક થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. CERT-In એ તેને હાઈ સેવરીટી રેટિંગ એલર્ટની કેટેગરીમાં મૂક્યું છે, જેનો અર્થ છે કે એન્ડ્રોઈડ યુઝર્સ અત્યારે ઉચ્ચ જોખમમાં છે.

આ ફોનને ખતરો
સરકારી એજન્સી અનુસાર, જે સ્માર્ટફોન હેક થવાનું જોખમ ધરાવે છે તે એન્ડ્રોઇડ 12, એન્ડ્રોઇડ 12એલ, એન્ડ્રોઇડ 13 અને એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં લૉન્ચ થયેલા તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોન હાલમાં જોખમમાં છે. હાલમાં, ભારતમાં ઉપયોગમાં લેવાતા લગભગ 70 ટકા સ્માર્ટફોનમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે.

આ રીતે તપાસો
જો તમે એ જાણવા માગો છો કે તમારા Android સ્માર્ટફોનમાં કયું વર્ઝન છે, તો તમારા ફોનના સેટિંગમાં જાઓ અને ત્યાં અબાઉટ સેક્શન પર ટેપ કરો. અહીં, તમારા ફોનની વિગતો સાથે, તમને ઓપરેટિંગ સિસ્ટમ વિશે પણ માહિતી મળશે.

આ ખામીઓ મળી
સરકારી એજન્સીને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે Android 12, Android 12L, Android 13 અને Android 14 ઓપરેટિંગ સિસ્ટમ ફ્રેમવર્કમાં હાજર ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ, ARM કોમ્પોનેંટસ, ઈમેજિનેશન ટેકનોલોજિસ કોમ્પોનેન્ટ્સ, Unisoc કોમ્પોનેન્ટ્સ, Qualcomm કોમ્પોનેન્ટ્સ અને ક્કાલકૉમ ક્લોઝ – સોર્સ કોમ્પોનેન્ટ્સવાળા સ્માર્ટફોન હેક થવાનો ખતરો વધારે છે. આ કોમ્પોનેન્ટ્સમાં કેટલીક ખામીઓ હોય છે જેનો ફાયદો હેકર્સ ઉઠાવે છે. આ સમયે લોન્ચ થનારા મોબાઈલ મોટાભાગે ચીપસેટ સાથે આવે છે.

આ પણ વાંચો : ‘પીએમ મોદીનું મગજ સડેલું છે’ વડાપ્રધાન વિશે સંજય રાઉતનું વિવાદિત નિવેદન

Back to top button