5G માં આ સમસ્યા આવતા સરકાર નારાજ : ટેલિકોમ વિભાગે બોલાવી તાબડતોબ બેઠક
તાજેતરમાં જ સરકાર તરફથી દેશમા 5G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ 5G સેવા 1 ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીથી શરૂ કરી હતી. આ સમય દરમિયાન એરટેલે 8 શહેરોમાં 5G નેટવર્ક શરૂ કર્યું હતું. તેનાં થોડા દિવસો પછી, Jio એ પણ 4 શહેરોમાં 5G નેટવર્ક શરૂ કર્યું હતું. આ છતાં પણ 5G સ્માર્ટફોન્સ હોવા છતાં લોકો ફોનમાં 5G નેટવર્કનો ઉપયોગ નથી કરી શકતા. આ બાબતને લઈને પીએમ મોદી અને તેમની સરકાર નારાજ છે. તેથી ટેલોકોમ વિભાગ તરફથી આ બાબતે એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 5G સોફ્ટવેર અપડેટ અને 5G નેટવર્કનાં વિસ્તાર સહિત ઘણા મુદ્દાઓ પર મોટો નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : મોંઘા iPhone ખરીદનારાઓને 5G માટે જોવી પડશે રાહ : જાણો iPhone 12, 13 અને 14માં ક્યારે મળશે 5G સપોર્ટ?
ટેલિકોમ વિભાગે બોલાવી તાબડતોબ બેઠક
Samsung, OnePlus અને Appleને 5G સપોર્ટ સોફ્ટવેર ન જાહેર કરવા પર સરકાર તેમનાથી નારાજ છે. જેથી ટેલિકોમ વિભાગ આજે બેઠક બોલાવશે અને આ બેઠકમાં Samsung, Xiaomi જેવા સ્માર્ટફોન્સ બનાવનાર કંપનીઓ અને એરટેલ અને જિયો જેવી ટેલિકોમ કંપનીઓને બોલાવવામાં આવશે. આ બેઠકમાં 5Gમાં સમય લાગવાને લઈને ચર્ચા કરવામાં આવશે કે આખરે શા માટે સ્માર્ટફોન કંપનીઓ તરફથી સમયસર 5G નેટવર્ક સપોર્ટને લઈને સોફ્ટવેર જાહેર નથી થઈ રહ્યો? આ ઉપરાંત આ બેઠકમાં ટેલિકોમ વિભાગ તરફથી સ્માર્ટફોન બ્રાંડ, ચિપ મેકર કંપનીઓ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટરનાં 30 ભાગીદારોને પણ બોલાવવામાં આવ્યા છે.
Appleમાં 5G આવતાં હજી વાર લાગશે
જ્યારે એપલ તરફથી iPhone 12 માટે 5G સોફ્ટવેર જાહેર કરવામાં આવ્યા નથી. ખરેખર Appleનું કહેવું છે કે તે હાલ 5G સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, કંપની ડિસેમ્બર સુધીમાં iPhone માટે 5G સપોર્ટ જાહેર કરી શકે છે. પરંતુ હાલ 5G સપોર્ટની સમયરેખા એપલ અને એરટેલ દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવી રહી છે. તેથી Apple તેનાં iPhone માટે 5G રોલઆઉટમાં વિલંબ કરી રહ્યું છે. જ્યારે અન્ય કંપનીઓ જેવી કે Samsung, Xiaomi, Oppo અને Vivo પણ પોતાના સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર અપડેટને લઈને કામ કરી રહ્યા છે.