સંગ્રહ સીમાનું ઉલ્લંઘન કરતી ખાંડની મિલો સામે લેવાશે કડક પગલાં


નવી દિલ્હી, 29 માર્ચ, 2025: સરકાર માસિક સંગ્રહ સીમા સાથે સંકળાયેલા આદેશોનું ઉલ્લંઘન કરનારી ખાંડની મિલો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ખાદ્ય તેમજ ઉપભોક્તા બાબતોના મંત્રાલયે સંગ્રહખોરી રોકવા માટે અને ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે સફેદ/રિફાઇન્ડ ખાંડ માટે માસિક સંગ્રહ સીમા નિર્ધારિત કરી છે. એપ્રિલ આ સીમા 23.5 લાખ ટન છે.
મંત્રાલય દ્વારા ગઇકાલે ખાંડ મિલો માટે જારી કરવામાં નિર્દેશોમાં કહ્યુ હતુ, કેટલાક જૂથ અને વ્યક્તિગત ખાંડ મિલોને અગાઉ આપવામાં આવેલી ચેતવણી છતાં પણ વારંવાર સંગ્રહના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ કારણથી નલા અને કડક નિર્દેશ જારી કરવામાં આવ્યા છે, જે એક એપ્રિલ, 2025થી અસરકારક બનશે. નવા નિર્દેશો હેઠળ, ખાંડ સત્રોમાં ઘણી વખત ઉલ્લંઘન કરવા પર મિલોને વધારાની ખાંડ જારી કરવા પર અને સરકારી યોજનાઓના લાભથી વંચિત કરી દેવાશે. ડીએફપીડી અને ડીએસવીઓ જેવી યોજનાઓનો પણ લાભ મળશે નહી.
ઉલ્લંઘનના કિસ્સામાં કેવા પગલાં લેવામાં આવી શકે છે
– ભવિષ્યમાં ખાંડની ફાળવણી પર પ્રતિબંધ લાગી શકે છે, નિયમોમાં ઉલ્લંઘન કરવા પર વેચવામાં આવેલી વધારાની ખાંડના 100 ટકા આગામી મહિને જારી થનાર ફાળવણીમાં દંડ સ્વરૂપે કાપી લેવામાં આવશે
– બીજી વાર ઉલ્લંઘન કરવા પર 115 ટકા, ત્રીજા વારમાં 130 ટકા અને ચોથી વારમાં 150 ટકાનો ઘટાડો કરવામાં આવશે
– સુચના વિના કુલ ભંડારના 90 ટકાથી ઓછી ખાંડ મોકલનારી મિલો પર ભવિષ્યમાં ખાંડની ફાળવણી પર પ્રતિબંધ લાગી શકે છે
– ઉપરાંત એથેનોલની ખરીદી ફાળવણીમાં પણ ઘટાડો કરવામાં આવી શકે છે
આ પણ વાંચોઃ ONGCનો શેર આપશે જોરદાર નફો! ભાવમાં 52 ટકાનો થઇ શકે છે વધારો