ગુજરાતમાં 7 હજારથી વધુ સરકારી સ્કૂલો ‘નલ સે જલ’ સુવિધાથી વંચિત છે. જેમાં નળથી જળ યોજનામાં સફળતાના દાવા પણ સ્કૂલોમાં સવલત આપવામાં આવતી નથી. તેમાં દાહોદમાં 1,843 સરકારી સ્કૂલ પૈકી 908માં નળથી જળની સુવિધા નથી. તેમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ડિસેમ્બર 2022માં આ રિપોર્ટ જાહેર કર્યો હતો. ગુજરાતમાં સાત હજારથી વધુ સરકારી સ્કૂલો નળથી જળની સુવિધાથી વંચિત છે. આ ઉપરાંત 105 સ્કૂલો એવી છે જ્યાં શૌચાલય માટે વ્યવસ્થા હજુ થઈ શકી નથી તો 12 સ્કૂલ એવી છે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા થવાની બાકી છે.
આ પણ વાંચો: ગુજરાતના બુકીઓના “સ્વર્ગ સમા” વિદેશી રહેઠાણ પર તવાઇ
આસામમાં 26,606 સરકારી સ્કૂલો નળના જળથી વંચિત
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ડિસેમ્બર 2022માં આ રિપોર્ટ જાહેર કર્યો છે. સરકાર એક તરફ ‘નલ સે જલ’ યોજનામાં સફળતાના દાવા કરી રહી છે ત્યારે ગુજરાતની સાત હજારથી વધુ સ્કૂલોમાં નલથી જળ પહોંચ્યું નથી. સરકારી સ્કૂલોમાં નળથી જળ સુવિધા મામલે એક રીતે અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો ગુજરાતની સ્થિતિ સારી છે, ગુજરાતમાં કુલ 34,699 સરકારી સ્કૂલો છે, જે પૈકી 7007 સ્કૂલોમાં નળથી જળની સુવિધા નથી. આ મુદ્દે ઉત્તર પ્રદેશની સ્કૂલોની સ્થિતિ સૌથી બદતર છે, ત્યાં 97,359 સ્કૂલોમાં નળથી જળ પહોંચતું નથી. એ જ રીતે મધ્ય પ્રદેશમાં 81,322, બિહારમાં 61,393, પિૃમબંગાળમાં 46,222, રાજસ્થાનમાં 40,735, ઝારખંડમાં 29,452, છત્તીસગઢમાં 33,676, અને આસામમાં 26,606 સરકારી સ્કૂલો નળના જળથી વંચિત છે.
પીવાના પાણીની સવલત વિનાની ગુજરાતમાં 12 સ્કૂલો
પીવાના પાણીની સવલત વિનાની ગુજરાતમાં 12 સ્કૂલો છે, આ મામલે પણ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી છે. મેઘાલયમાં 3,875, તેલંગાણામાં 1,859, ઉત્તર પ્રદેશમાં 1,157, આસામમાં 1,224, મધ્યપ્રદેશમાં 1,431 અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં 1,991 સ્કૂલોમાં હજુ પીવાની પાણીની સુવિધા પહોંચી શકી નથી. ગુજરાતમાં દાહોદ જિલ્લામાં 1843 સરકારી સ્કૂલો આવેલી છે, જે પૈકી 908 સ્કૂલોમાં નળથી જળની સુવિધા નથી, બે સ્કૂલમાં ટોયલેટ નથી અને બે સ્કૂલમાં પીવાના પાણીની સવલત નથી, એ જ રીતે નર્મદા જિલ્લામાં 789 સરકારી સ્કૂલો આવેલી છે, જે પૈકી 257 સ્કૂલમાં નળમાંથી પાણીની સગવડ પહોંચી નથી. યુડીઆઈએસઈ- 2021-22ના આ આંકડા કેન્દ્ર સરકારે જાહેર કર્યા હતા. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સમયાંતરે પગલાં લેવામાં આવે છે.