ગુજરાતનું સરકારી શિક્ષણ દિવસેને દિવસે ખાડે જતું હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં સરકારી શાળાઓ બંધ કરવાનો વારો આવ્યો છે. સરકારી શાળાઓ આટલી બંધ થતી હોવા છતાં સરકારને સરકારી શાળાઓમાં સુધારો ન કરવાને બદલે ખાનગી શાળાઓને વધુ મહત્વ અપાતું હોય તેવું લાગી રહ્યું છે.ગુજરાત સરકાર સંચાલિત સરકારી શાળાઓ છેલ્લા ઘણા સમયમાં અલગ અલગ જિલ્લાઓમાં બંધ કરવામાં આવી છે તો ક્યાંક અન્ય શાળામાં ભેળવી દેવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોમાં સરકારી શાળાઓ બંધ થવા પાછળ મુખ્ય કારણ શિક્ષણનું વધુ ખાનગીકરણ જવાદર હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક લોકોના કહેવા મુજબ, શિક્ષણનું ખાનગીકરણ જેટલું વધુ થશે તેટલું જ સરકારી શાળાઓ અને સરકારની અન્ય શૈક્ષણિક સંસ્થાઓને તેની સીધી અસર આગામી ભવિષ્યમાં થઈ શકે છે. વધુમાં તેમનું કહેવું છે કે સરકારી શિક્ષણ ખરાબ છે તે કહેવું યોગ્ય નથી પણ આધુનિક દુનિયા સાથે ક્યાંક સરકારી શાળાઓને જોડવાના અભાવે આ પરિસ્થિતિ સર્જાઇ છે.
આ પણ વાંચો : ખેડા જિલ્લાની મહી કેનાલમાંથી મળ્યા 2 બાળકોના મૃતદેહ, સેવાલિયા પોલીસે હાથ ધરી તપાસ
તો બીજી તરફ સરકાર, સરકરી શાળાઓને સુધારો કરવાને બદલે નવી ખાનગી શાળાઓને અવાર નવાર મંજૂરીઓ આપવાનું શરૂ રાખ્યું છે. વર્ષ 2023 ની જ વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે જ સરકાર દ્વારા કેટલીય નવી ટ્રસ્ટ સંચાલિત શાળાઓને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે અહી પ્રશ્ન એ છે કે શું સરકારને સરકારી શાળાઓમાં સુધારો કરવામાં કોઈ રસ નથી ? શું સરકાર માત્ર ખાનગી શાળાઓને જ અગ્રિમતા આપવા માંગે છે કે કેમ ? જો આ પરિસ્થિત જ રહેશે તો આગામી ભવિષ્યમાં નાના મોટા ગામડાઓમાં સરકારી શાળાઓને તાળા વાગી જાય તો નવાઈ નહિ.