ગુજરાતટોપ ન્યૂઝ

બિપરજોયમાં નુકસાનીનું સહાય ચુકવવા સરકારનો ઠરાવ, આ લોકોને પેકેજનો લાભ નહીં મળે

Text To Speech

બિપોરજોય વાવાઝોડામાં થયેલા નુકસાની અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  પ્રાપ્ત જાણકરી મુજબ રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડા સમયે થયેલા નુકસાનની સહાય ચૂકવવા માટે ઠરાવ કર્યો છે  જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું, આ અંગે રાજ્ય સરકારે ઠરાવ કર્યો છે.

બિપરજોયમાં નુકસાનીનું સહાય ચુકવવા સરકારનો ઠરાવ

મહત્વનું છે કે રાજ્યમાં તાજેતરમાં ત્રાટકેલા બિપજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ ભારે નુકશાન થયું હતું. જેમાં ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠામાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેથી રાજ્ય સરકારે અગાઉ બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. ત્યારે કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કરાયા બાદ હવે રાજ્ય સરકારે આ અંગે ઠરાવ કર્યો છે, ખેડૂતોએ સહાય માટે તાલુકા વિકાસ અધિકારી પાસે અરજી કરવાની રહેશે.
ભૂપેન્દ્ર પટેલ-humdekhengenews

 આ પણ વાંચો : ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી બની શકે છે ફરજિયાત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપ્યો સંકેત

સરકારી, સહકારી જમીન ધારકોને નહિં મળે લાભ

નોંધનીય છે કે, આ પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકિય જમીન ધારકોને મળી શકશે નહીં

એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. તેમજ 33 ટકાથી વધારે નુકસાનમાં 8500ની સહાય મળશે. તો મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય મળશે.

 આ પણ વાંચો : big breaking :રાજ્યમાં 1600થી વધુ મહેસૂલી ક્લાર્ક અને તલાટીની બઢતી

Back to top button