સરકાર મફતમાં જમીન અને મકાન આપે છે, સ્વર્ગ જેવી જગ્યા છતાં અહીં કોઈ રહેવા આવતું નથી
પિટકેર્ન આઇલેન્ડ, 09 જાન્યુઆરી : આજકાલ લોકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે પોતાના માટે ઘર બનાવવું. સારું ઘર ક્યાં બનાવવું તે પણ મહત્વનું છે. હવે કોઈ ખરાબ જગ્યામાં તો મકાન બનાવશે નહીં, કમસેકમ જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં આરામની સાથે સુવિધાઓ પણ હોય. વિચારો કે જો કોઈ તમને રહેવા માટે મફતમાં જમીન આપે, તો તમે શું કરશો? લોકો શાંતિ અને સુકૂનની માટે ટાપુઓ પર જાય છે પરંતુ ત્યાં કોઈ સ્થાયી થવા નથી માંગતા. એક જગ્યા એવી છે જ્યાં મફત જમીન અને મકાન મળે છે તો પણ અહીં કોઈ જવા માંગતું નથી. ભારત અને ચીન જેવા દેશો વસ્તી વધારાથી ચિંતિત છે જ્યારે અહીં વસ્તી વધારવા માટે લોકોને સ્થાયી થવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે પરંતુ લોકો આવવા તૈયાર નથી.
મફત જમીનની યોજના પણ નિષ્ફળ
જે સ્થળની અહી વાત કરી રહ્યા છીએ તેનું નામ પિટકેર્ન (Pitcairn) આઇલેન્ડ છે. સરકાર અહીં વસ્તી વધારવા માંગે છે. તેથી અહીંની સરકાર એવા લોકોને મફતમાં જમીન આપી રહી છે જેઓ આ જગ્યાએ આવીને સ્થાયી થઈ શકે. તેમ છતાં, વર્ષ 2015 સુધીમાં માત્ર એક જ અરજી મળી છે. એક અહેવાલ મુજબ, આ વિશ્વનો સૌથી નાનો સમુદાય છે, જ્યાં ફક્ત 50 લોકો છે. અને માત્ર 2 જ બાળકો હોવાથી શાળા નથી. તેમને અભ્યાસ માટે બહાર જવું પડે છે. અહીં શહેરો જેવો ઘોંઘાટ નથી અને લોકો પોતાની નાની દુનિયામાં ખુશ રહે છે.
આ દૂરના ટાપુ પર રહેતી 21 વર્ષની છોકરી ટોરિકા ક્રિશ્ચિયન જેની પાસે ન તો રસ્તા છે કે ન તો વાહનવ્યવહારનું સાધન તે કહે છે કે માત્ર 2 માઈલ લાંબો અને 1 માઈલ પહોળો આ ટાપુ બાકીના વિશ્વ સાથે જોડાયેલો નથી. અહીં કોઈ એરસ્ટ્રીપ નથી. લોકો માત્ર સપ્લાય શિપ દ્વારા જ મુસાફરી કરે છે, જે અઠવાડિયામાં માત્ર 2 દિવસ આવે છે અને પિટકેર્ન આઇલેન્ડથી ગેમ્બિયર આઇલેન્ડ સુધી ચાલે છે. પ્રવાસીઓ પણ આ મારફતે આવે છે. આ ટાપુ 1789 માં સ્થાયી થયો હતો. અહીં રહેતા લોકો ટાપુની સ્ટેમ્પ, મોડેલ શિપ અને ફિશ વોલ હેંગિંગ્સ વેચીને પૈસા કમાય છે. જો કે અહીં જનરલ સ્ટોર, જીમ, મેડિકલ સેન્ટર, લાયબ્રેરી, ટુરીઝમ ઓફિસ અને પાયાની સુવિધાઓ છે, પરંતુ અતિશય શાંતિના કારણે લોકો અહીં ફરવા તો આવે છે પણ સ્થાયી થવા નથી માંગતા.
આ પણ વાંચો : લક્ષદ્વીપ ભારતનો ભાગ કેવી રીતે બન્યો, ત્યાં જવા માટે પરમિટ શા માટે જરૂરી છે?