સરકારની પૂર્વતૈયારીએ બિપરજોયના વિનાશને રોક્યો; ખુબ જ મોટી જાનહાનિ ટળી ગઇ
અમદાવાદ: બિપરજોય વાવાઝોડું રાત્રે આઠ વાગ્યા જેવું કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયુ હતુ. આ સમયે પવનની ગતિ 140થી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓના કારણે કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. માત્રને માત્ર વૃક્ષ અને વીજળીના થાંભલા ધરાશાયી સહિતના નાના-મોટા નુકશાનના માહિતી સામે આવી રહી છે. સામાન્ય રીતે વાત કરીએ તો જો સરકારે પૂર્વ તૈયારીઓ કરી ન હોત તો બિપરજોય ખુબ જ ભયાનક સાબિત થયું હતું. અનેક લોકો પોતાના જીવ ગુમાવવા પડ્યા હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે, આ વખતે રાજ્ય સરકારે કાબિલે તારીફ કામગીરી કરીને અનેક લોકોના જીવ બચાવ્યા છે.
ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે.
તે ઉપરાંત અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
બિપરજોય ની એન્ટ્રી સાથે જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
બિપરજોય ના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભુજ-માંડવી સહીત કચ્છના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. કચ્છ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં બિપોરજોય વાવાઝોડાએ ગંભીર અસર પહોંચાડી હતી. અનેક સ્થળોએ વૃક્ષો અને વીજળીનાં થાંભલાઓ પણ ધારાશાહી થઇ ગયા છે.
વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા.કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાતા મુન્દ્રાના દરિયો ગાંડોતૂર બન્યો થયો હતો. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા તો અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.
આ પણ વાંચો- ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે થયુ આ મોટુ નુકસાન
વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થતાં ગામડાઓમાં છવાયો અંધારપટ્ટ
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે. બિપરજોયના કારણે વાહનવ્યવહાર ઠપ થઇ જતાં રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થવાના કારણે ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો. મધરાતે કચ્છના બંદર પર તો વિશાળ વહાણ પણ પલટી ગયું હતું. બિપરજોય વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. સાયક્લોનની આંખ પાકિસ્તાન તરફ ટચ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
રાજ્યની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે.અમદાવાદ,રાજકોટ,ગાંધીનગર,ખેડા,સાબરકાંઠા સહીત મોટા ભાગના જિલ્લાઓની શાળા કોલેજોમાં રજા લંબાવાઈ છે. આજે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
મધરાત્રે વાવાઝોડુ લેન્ડ ફોલ થતા અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.આજે અમદાવાદ સહીત મોટા ભાગના જિલ્લાઓની શાળાઓ બંધ રહેશે.રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં બિપરજોયની અસર
બીપરજોય વાવાઝોડાની વધુ અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ નામના ગામમાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેલા ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતા. ઘરોમાં પાણી ઘૂસતાં લોકોની મુશ્કેલી વધી ગઈ હતી, આ દરમિયાન ઘરવખરી પણ પલળી જતાં સ્થિતિ વધારે મૂંઝવણભરી બની ગઈ હતી. તે ઉપરાંત ડિસામાં પણ ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા તો મોટા-મોટા હેડિંગ સહિત એક મોલની દિવાલ પણ ઉડી ગઈ હતી.
બિપરજોયના કારણે ઉત્તર ગુજરાતમાં આજે પણ ભારે પવન ફુંકાવા સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. આ બાબતને જોતા પહેલાથી જ બનાસકાંઠાના શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં છે.
આ પણ વાંચો- ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટક્યુ અને આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ