રાજ્યભરમાં આ પાંચ દિવસ સરકારી કચેરીઓ રહેશે બંધ, પરિપત્ર જાહેર
- દિવાળીના તહેવારમાં રાજ્ય સરકારે રજા કરી જાહેર, તમામ સરકારી કચેરીઓ પાંચ દિવસ રહેશે બંધ, પરિપત્ર જાહેર.
Diwali 2023: હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ મહત્ત્વનો હોય છે. દર વર્ષે કારતક મહિનાની અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12મીનવેમ્બરે છે. દિવાળીના તહેવારને લઈને રાજ્યસકારે સરકારી કર્મચારીઓ માટે રજા પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તારીખ 11/11/2023 ના રોજથી દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. તારીખ 16/11/2023 ને ગુરુવારના રોજથી સરકારી કચેરીઓ રાબેતા મુજબ ચાલુ થશે.
દિવાળીની રજાને લઈને ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર:
- ગુજરાતમાં 11 થી 15 નવેમ્બર સુધી સરકારી કર્મચારીઓ માટે દિવાળી રજા જાહેર, 13 નવેમ્બરના બદલે 9 નવેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરીઓ રહેશે ચાલુ.
દિવાળીનું કેલેન્ડર:
ધનતેરસ: દિવાળીનો પાંચ દિવસના તહેવારનો પ્રારંભ ધનતેરસથી થતો હોય છે. આ વર્ષે ધન તેરસ 10 નવેમ્બર 2023, શુક્રવારના રોજ છે.
કાળી ચૌદશ: કાળી ચૌદશને નરક ચતુર્દશી કે નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 11 નવેમ્બર 2023, શનિવારના રોજ છે.
દિવાળી: દિવાળી આ વર્ષે 12 નવેમ્બર 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.
બેસતું વર્ષ કે ગોવર્ધન પૂજા: દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે. તેને ગોવર્ધન પૂજા પણ કહેવામાં આવે છે. ગોવર્ધન પૂજા નવા વર્ષે હોય છે. જોકે 13 નવેમ્બરે પડતર દિવસ છે. તેથી 14 નવેમ્બર, મંગળવારના દિવસે નવા વર્ષની ઉજવણી થશે.
ભાઇબીજ: આ વર્ષે ભાઇબીજ 15 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનના સમયમાં ફેરફાર, જાણો ક્યારથી રજા પડશે